2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ
દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે.
ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે કુલ દસ દેશોમાંથી અંદાજે 74.39 ટકા લોકો હતા, જયારે બાકીના 25.61 ટકા બાકીના દેશોના મુસાફરો હતા, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.
જાન્યુઆરી 1થી ડિસેમ્બર 31,2021 દરમ્યાન કુલ 15,24,469 વિદેશી મુસાફરોએ ભારતની મુલાકાત લીધી.
લોકડાઉન દરમ્યાન ભારતમાં સૌથી પહેલાં માર્ચ 25 થી એપ્રિલ 21, 2020 દરમ્યાન તમામ આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી હતી અને પછી તે સમયને લંબાવીને 31 મે સુધી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સરકાર દ્વારા જયારે તબક્કા અનુસાર આ સેવા, જૂન 2020 થી ફરીથી શરુ કરવામાં આવી, ત્યારે પણ ઘણાં નિયંત્રણ સાથે આ સેવા ચાલુ કરવામાં આવી હતી.
ઘરેલુ બાબતોના મંત્રાલય દ્વારા ઓક્ટોબર 21,2020માં જુદી જુદી શ્રેણીમાંઆ નિયંત્રણો હળવા કરીને જળમાર્ગે અને ફ્લાઈટ દ્વારા ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આ સેવા શરુ કરવામાં આવી હતી, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કેટલીક કોમર્શિયલ ફ્લાઈટને પણ મંજૂરી આપવામાં આવી હતી.
(ફોટો: ફાઈલ)