- ધ્વજ વંદન કાર્યક્રમનું કરાયું આયોજન
- શહેરને રંગબેરંગી રોશનીથી શણગારાયું
- ઉજવણીમાં સીએમ-રાજ્યપાલ રહેશે હાજર
રાજકોટ : ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે.15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આજે સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ 15 મી ઓગસ્ટ મુખ્યમંત્રી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કરશે..તેમજ જૂનાગઢ સહિત રાજ્યમાં 10 હજાર પોલીસને કેમેરા થી સજ્જ બોડીહોર્ન અર્પણ કરાશે.. તો શહેરની રંગ બેરંગી રોશની નિહાળવા શહેરની જનતા રાત્રીના બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી.
કોરોનાના પગલે પોલીસ તથા આરોગ્ય તંત્ર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવશે.સ્વાભાવિક રીતે 15 મી ઓગસ્ટના દિવસે તમામ લોકોમાં દેશની આઝાદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે જુનાગઢમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીથી લોકોની ભીડ વધારે રહેવાની સંભાવના છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલની હાજરીને લઈને અન્ય સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહી શકે છે.