Site icon Revoi.in

સુરતના પાંડેસરામાં ડિગ્રી વિનાના 15 બોગસ તબીબો પકડાયા

Social Share

સુરતઃ ગુજરાતમાં નરલી ચિજ-વસ્તુઓ, નકલી પોલીસ, નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલાનાંકા પકડાયા બાદ હવે બોગસ ડિગ્રીધારી તબીબો પણ કપડાય રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખીને પ્રેક્ટિસ કરતા 15 નકલી તબીબોને પકડી પાડ્યા હતા. અને દવા, ઈન્જેક્શનો, સહિત 59000નો તબીબી સામાન જપ્ત કર્યો હતો.

સુરત શહેરના  પાંડેસરા વિસ્તારમાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાંયે જિલ્લા આરોગ્ય વિભાગની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનીક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શન, સીરપ સહિત 59 હજારનો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો. પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે ડી.એચ.એમ.એસની ડિગ્રી હતી. જોકે, તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખસો  સામે વધુ એક ગુનો દાખલ થઈ શકશે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. ​​​​​​​ બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.