PM મોદીને અત્યાર સુધીએ 15 દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યાં
વડાપ્રધાન મોદી એ તાજેતરમાં નાઈજીરિયા દેશની મુલાકાત લીધી છે ત્યારે નાઇજીરીયા ની સરકારે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ નાઈજીરિયાનાં સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’થી સન્માનિત થયા છે બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી હશે.
અત્યાર સુધી 15 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. ત્યારે કયા કયા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વર્ષ 2016 સાઉદી અરબ દ્વારા “ ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ” વિદેશી મહાનુભાવો માટે સાઉદી અરબ દ્વારા આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મહત્વપૂર્ણ છે કે સાઉદી અરબ મધ્ય પુર્વીનો એક મહત્વપૂર્ણ ઇસ્લામીક દેશ છે.
વર્ષ 2016 અફઘાનિસ્તાન દ્વારા “ સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન અવોર્ડ” અફઘાનિસ્તાનનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. અફઘાન નેશનલ હીરો તરીકે જેમની ગણના થાય છે તેવા અમીર અમાનુલ્લાહ ખાનનાં નામ પરથી આ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.
વર્ષ 2018 પેલેસ્ટાઈન દ્વારા “ઓર્ડર ઓફ દ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન” પેલેસ્ટાઈન દ્વારા અપાતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તે સમયના પેલેસ્ટાઈનનાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ દ્વારા આ પુરસ્કાર નરેન્દ્ર મોદી ને આપવામાં આવ્યો હતો, નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હતા કે જેઓ તે સમયે પેલેસ્ટાઇન ની સત્તાવાર મુલાકાતે ગયા હતા. વર્ષ 2019 માલદીવ્સ દ્વારા “ઓર્ડર ઓફ ઇઝુદ્દીન” વિદેશી મહાનુભાવો માટે માલદીવ્સ દ્વારા આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયો છે.
વર્ષ 2019 યુનાઇટેડ આરબ અમીરાત UAE દ્વારા “ ઓર્ડર ઓફ ઝાયેદ” યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા અપાતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. UAE નાં પ્રથમ રાષ્ટ્રપતિના નામ પરથી આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 1995 થી આ સન્માન આપવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધી કુલ 35 મહાનુભાવોને આ અવોર્ડ પ્રાપ્ત થયો છે.
વર્ષ 2019 બહેરીન દ્વારા ઓર્ડર ઓફ દ રેનીસન્સ પુરસ્કારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2020 વડાપ્રધાન મોદીને અમેરિકા દ્વારા “લીજન ઓફ મેરીટ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. USA દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ મીલીટરી સન્માન છે.
વર્ષ 2023 માં ફીજી દ્વારા “ ઓર્ડર ઓફ ફીજી” સન્માન થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે ફીજી દ્વારા અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ફીજી દેશ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ પાસે આવેલો એક ટાપુ દેશ છે. અને અહિયાં અનેક દાયકાઓ પહેલા ભારતીયો શ્રમિક તરીકે આવ્યા હતા. આજે પણ અહીની 28 ટકા વસતી હિન્દુઓની છે. વર્ષ ૨૦૨૩ માં પપુઆ ન્યુ ગીની દ્વારા “ઓર્ડર ઓફ લોગોહું થી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અહીનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.આ દેશ પણ એક ટાપુ છે જે ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલો છે.
વર્ષ ૨૦૨૩ ઈજીપ્ત દ્વારા “ ઓર્ડર ઓફ દ નાઇલ” પુરસ્કારથી પી એમ મોદી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે ઈજીપ્ત દ્વારા અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. વર્ષ ૧૯૧૫ થી આ પુરસ્કાર આપવાની શરૂઆત થઇ હતી. ૧૯૫૩ સુધી અહી સલ્તનત નાં હાથમાં સત્તા હતી. ત્યારબાદ ઈજીપ્ત દેશ પ્રજાસત્તાક બન્યો હતો. વર્ષ ૨૦૨૩ માં ફ્રાંસ દ્વારા “લીજન ઓફ ઓનર” ફ્રાંસ દ્વારા અપાતો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
વર્ષ ૨૦૨૩ માં ગ્રીસ દ્વારા “ ઓર્ડર ઓફ ઓનર “ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગ્રાન્ડ ક્રોસ મેળવનાર નરેન્દ્ર મોદી 15 માં મહાનુભાવ છે. વર્ષ ૨૦૨૪ માં ભૂતાન દ્વારા “ ઓર્ડર ઓફ દ ડ્રેગન કિંગ” ભૂતાન દ્વારા અપાતો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ અવોર્ડ મેળવનાર નરેન્દ્ર મોદી ચોથી વ્યક્તિ છે. વર્ષ ૨૦૨૪ માં રશિયા દ્વારા “ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ” રશિયા દ્વારા અપાતો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર 12 મી વ્યક્તિ છે.
વર્ષ ૨૦૨૪ માં ડોમિનિકાએ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપવાની જાહેરાત કરી હતી. COVID-19 મહામારી દરમિયાન ડોમિનિકાને મદદ કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવશે. 21-22 નવેમ્બર 2024 ના ગુયાના પ્રવાસ દરમિયાન મોદીનું સન્માન કરવામાં આવશે. ડોમિનિકા દેશ દ્વારા 1967 થી આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં કુલ ૩૫ મહાનુભાવોને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
અને હવે નાઈજીરિયાનાં સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’થી સન્માનિત કરવામાં આવ્યા છે . આમ વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારથી અત્યાર સુધીમાં તેમણે ખુબ માન સન્માન મળ્યા છે. અને તેમને મળેલ સન્માન એ દેશને મળેલ સન્માન કહી શકાય.