Site icon Revoi.in

તિથલનો દરિયો તોફાની બનતા 15 ફુટ ઊંચા મોજા ઉછળ્યાં, બીચ પર પ્રવાસીઓ ઉમટ્યાં

Social Share

વલસાડઃ  દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડના તિથલના દરિયામાં કરંટને લીધે દરિયો તોફાની બન્યો છે. અષાઢી બીજની મોટી ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તિથલના દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરમિયાન ગઈકાલે રવિવારની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જોકે બીચ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેથી સહેલાણીઓએ દરિયા કિનારાથી દુર ઊભા રહીને ઉછળતા મોજાના નજારાની મોજ માણી હતી.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રવિવારે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો હતો. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં ઉપવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત અધિકારીઓએ લીધી હતી. સાથે અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બન્યો છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે, જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આગામી આઠથી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.