Site icon Revoi.in

દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે 15 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીમાં ખરાબ હવામાનનાં કારણે 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી નવ ફ્લાઈટને જયપુર, બે અમૃતસર, બે લખનૌ, એક મુંબઈ અને એક ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી.  આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વ ભારતમાં તાપમાનનો પારો વધુ ઊંચે જશે. આ પહેલા રવિવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 2-3 દિવસમાં દિલ્હીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે . આગામી 2-3 દિવસમાં દિલ્હીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે ત્યારબાદ તેમાં ધીમે ધીમે 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આગામી 4-5 દિવસમાં પૂર્વ ભારતમાં સરેરાશ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 4-5 દિવસમાં કેટલાક રાજ્યોમાં ગરમીની શક્યતા છે. ગુજરાત સહિત દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, દરમિયાન વાતાવરણમાં પલ્ટાને કારણે કેટલાક નગરોમાં હળવો વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક સ્થળે આકાશમાં વાદળો છવાયાં હતા. ઉત્તરભારત અને પૂર્વના કેટલાક શહેરો અને નગરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પરિણામે ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં હતા. દરમિયાન દિલ્હીમાં 15 જેટલી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ ગયા હતા. જો કે, ખરાબ વાતાવરણને કારણોસર તેમનું હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શકતા તેઓ બિહાર ગયા હતા.