Site icon Revoi.in

મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, ટ્રેન વ્યવહારને અસર

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના હજું ભુલાઈ નથી. હવે નોર્થ સેન્ટ્રલ રેલવેના આગરા ડિવીઝનમાં મથુરા-પલવલ રૂટ ઉપર એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગરા-દિલ્હી રેલ વ્યવહારને અસર થઈ હતી. માલગાડી પાટા ઉપરથી ઉતરી જવાથી 10થી વધારે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. મથુરા-પલવલ રૂટ ઉપર માલગાડી ઉતરી જવાની ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ડબ્બાને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સિમેન્ટ ભરેલી માલગાડી રાતના મથુરાથી ગાજીયાબાદ જઈ રહી હતી. દરમિયાન માર્ગમાં માલગાડીના 15 જેટલા ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેથી રેલવે ટ્રેક ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પાટા ઉપરથી ડબ્બા ઉતરી જવાની ઘટનાને પગલે અનેક ટ્રેનને અન્ય રૂટ ઉપર ડાઈવર્ટ કરવામાં આવી છે. મુંબઈથી આવતી રાજધાની શતાબ્દી સપ્તાહિક ટ્રેન યુવા સ્પેશિયલ સહિત અનેક ટ્રેનોને દિલ્હી જવા માટે ડાયવર્ટ કરવામાં આવી છે. આ દૂર્ઘટનાને પગલે મથુરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોની રાહ જોતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં હતા. બીજી તરફ ધુમ્મસને કારણે રેસ્ક્યુની કામગીરીને અસર પડી હતી. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો રેલવે વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ક્રેનની મદદથી ટ્રેક સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.