દેશમાં જેએમબીના 15 આતંકીઓ કાશ્મીર સહીતના રાજ્યોમાં પથયારેલા છે – 3 ની કોલકાતાથી ઘરપકડ
- જેએમબીના 3 આતંકીઓની કોલકાતામાં ધરપકડ
- 15 જેટલા આતંકીઓ દેશમાં પથરાયેલા છે
દિલ્હીઃ- દેશમાં આતંકીઓની ઘુસણખોરીના બનાવો વધતા જતા છે, જો કે સેના,પોલિસ અને દેશની સુરક્ષામાં જાડાયેલા તમામ જવાનો અને રક્ષકો તેમને તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ કરી રહ્યા છે, ત્યારે જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના ઓછામાં ઓછા 15 આતંકીઓ આ વર્ષની શરૂઆતમાં પાડોશી દેશથી પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશી ચૂક્યા છે અને તેમાંથી 10 લોકો જમ્મુ-કાશ્મીર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં સ્થળાંતરિત થયા છે.આ માહિતી વિતેલા દિવસને સોમવારે કોલકાતા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારીએ આપી હતી
એસટીએફના અધિકારીના જણાવ્યાપ્રમાણે, બાકીના 15 આતંકીઓ પશ્ચિમ બંગાળમાં જ સ્થાયિ થયા હતા, જેમાંથી બાંગ્લાદેશી મૂળના ત્રણ આતંકીઓની રવિવારે દક્ષિણ કોલકાતાના હરિદેવપુર વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી.
કોલકાતા એસટીએફના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણે આતંકીઓની પૂછપરછ દરમિયાન એ વાત જાણવા મળી છે કે જેએમબીના 10 શંકાસ્પદ આતંકવાદીઓ ઓડિશા, બિહાર અને જમ્મુ-કાશ્મીરના જુદા જુદા ભાગોમાં પથરાયા છે. એસટીએફ બંગાળમાં હાજર જેએમબીના શેઠ સકીલ અને સલીમ મુનશીની શોધ કરી રહી છે.
આ આતંકીઓ ઘુસણખોરી કરીને જેતે વિસ્તારમાં નાનો મોટો ઘંઘો કરી પોતાની ઓળખ સંતાડે છે, જેમાં પોલિસના હાથે ઝડપાયેલા જેએમબીના આતંકીઓની ઓળખ નાઝીઉર રેહમાન, રબીઉલ ઇસ્લામ અને સાબીર તરીકે કરવામાં આવી છે, આ બધા લોકો જીવનનિર્વાહ માટે ફળો અને મચ્છર દાની વેચતા હતા.