અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન રાતના માત્ર પાંચ કલાકમાં જ ભૂકંપના હળવા પાંચ આંચકા આવતા ગીર સોમનાથની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યરાત્રિ બાદ તાલાલમાં 1.15 કલાકે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ 1.42 કલાકે 1.7, 3.11 કલાકે 2.2, વહેલી પરોઢે 3.46 કલાકે 3.3, 3.55 કલાકે 1.8, 4.07 કલાકે 2.4, 4.44 કલાકે 2.9, વહેલી સવારે 5.26 કલાકે 3.1, 5.28 કલાકે 2.5, 5.35 કલાકે 1.08, 5.40 કલાકે 1.4 અને 6.09 કલાકે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આમ માત્ર પાંચ જ કલાકના સમયગાળામાં ભૂકંપના 15 જેટલા હળવા આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે.
રાત્રિના સમયમાં આવેલા ભૂંકપના આંચકામાં સવારે 5.26 કલાકે આવેલા ભૂંકપની તીવ્રતા સૌથી વધારે 3.1ની નોંધાઈ હતી. જો કે. ભૂંકપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.