1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે 15 પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદાશે
ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે 15 પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદાશે

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે 15 પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદાશે

0
Social Share

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં 15 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ ડીલ કુલ 29 હજાર કરોડ રૂપિયાની હશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત કંપની સાથે 1752.13 કરોડ રૂપિયાના સોદા પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ 463, 12.7 એમએમ રિમોટ કંટ્રોલ ગનનું નિર્માણ કરવામાં આવશે. આ બંદૂકો નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનોને પણ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના આ સોદાઓ ભારતની દરિયાઈ શક્તિમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે. ડીલ હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને એરબસ સંયુક્ત રીતે એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. આ એરક્રાફ્ટ આધુનિક રડાર અને સેન્સરથી સજ્જ હશે. આ ડીલ પૂર્ણ થયા બાદ નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડની દેખરેખ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે.

ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા દખલ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર વધતા હુમલાના પડકારને પહોંચી વળવા માટે તેની ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. હવે આ ડીલથી નેવીની તૈયારીઓને વેગ મળવાની આશા છે. ભારતીય વાયુસેના દ્વારા પ્રાપ્ત પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવ્યું હતું. આ ડીલ હેઠળ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે અને બાકીના 40 એરક્રાફ્ટ ટાટા દ્વારા ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code