- હિરામાં ટ્રક બન્યો કાળો કોળીયા
- ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી જતા 15 લોકોના મોત
- પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત
પટનાઃ- તાજેતરમાં અકસ્માતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે બિહારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે જે પ્રમાણે બિહારના વૈશાલી જિલ્લામાં, વિતેલી મોડી સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત બાળકો સહિત 15 લોકોના જીવ ગયા છએ.
જાણકારી અનુસાર એક પુર ઢપડે આવતી ટ્રક હાજીપુર-મહાનાર મુખ્ય માર્ગ પર દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નયાગાંવ ટોલા પાસે આ અકસ્માત થયો હતો. નજીકના બ્રહ્મસ્થાન ખાતે ભુઈયા બાબાની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે જ સમયે, ઝડપથી આવી રહેલી બેકાબૂ ટ્રક ભીડમાં ઘુસી ઝાડ સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવર નશામાં હતો.
પીએમ મોદી એ શોક વ્યક્ત કર્યો, મૃતકોને 2 લાખની સહાયની જાહેરાત કરી
આ સાથે જ દેશના પ્રધાનમંત્રી મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયએ ટ્વીટ કર્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહારના વૈશાલીમાં થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત જલ્દી સાજા થાય. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.આ સાથએ જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.”
સીએમ નિતીશ કુમારે શોક જતાવ્યો
આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. ઘટનાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે વૈશાલીના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝડપી ટ્રકે બાળકો સહિત ઘણા લોકોને કચડી નાખ્યાની ઘટનાથી તે દુઃખી છે. મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે અને દરેકને 5 લાખ રૂપિયાનું એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મોતને ભેટલા લોકોમાં છથી આઠ વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છેઘટના મહાનાર-હાજીપુર મુખ્ય માર્ગ પર દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગાંવ ટોલા પાસે બની હતી. એક ટ્રક બેકાબૂ થઈને રસ્તાની બાજુની વસાહતમાં ઘૂસી ગઈ હતી. ટ્રક કાળનો કોળીયો બનીને આવ્યો હતો.