ભારતમાં એક વર્ષમાં 15 કરોડ સ્માર્ટફોન કરાયા ઈમ્પોર્ટ
દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે. દરમિયાન એક વર્ષમાં ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 15 કરોડ સ્માર્ટફોનને ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અંતિમ છ મહિનામાં ભારતીય બજારમાં રેકોર્ડ 10 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું હતું.
ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 2020માં વૈશ્વિક માર્કેટની ભારતમાં 48 ટકા ભાગીદારી સાથે વાર્ષિક રૂપે તેની પકડમાં 12 ટકા સુધીનો વધારો થયો છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રિટેઈલ ક્ષેત્રમાં વધારો જોવા મળી છે. ભારતના ઓફલાઈન માર્કેટમાં ખરીદારીમાં માત્ર પાંચ ટકા સુધીનો જ વધારો જોવા મળ્યો છે.
ડિસેમ્બરના ત્રિ-માસિકમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી 27 ટકા બજાર ભાગીદારી સાથે પહેલાં સ્થાને રહી હતી. આ વર્ષે સ્માર્ટફોન બજારમાં 10 ટકાના દરથી વૃદ્ધિ થઈ શકે છે. આ દરમિયાન 5જી સ્માર્ટફોનનું શિપમેન્ટ 10 ગણું વધીને ત્રણ કરોડ સુધી પહોંચી શકે છે. ભારતીય મોબાઈલ માર્કેટમાં ચીની કંપનીઓનો દબદબો જોવા મળ્યો છે.