Site icon Revoi.in

નવી શિક્ષણ નીતિના અમલ પહેલા ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની 150 અને નોનો ટીચિંગની 1500 જગ્યા ભરો

Social Share

અમદાવાદઃ  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા યુજીસી મલ્ટિ ડિસિપ્લિનરી શૈક્ષણિક ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા કેટલાક સૂચનો ઉચ્ચ શિક્ષણ વિભાગને કરવામાં આવ્યા છે. સાથે એવી પણ માગણી કરવામાં આવી છે. કે, ગ્રાન્ડેટ કોલેજોમાં 150 જેયલી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની 1500 કરતા વધુ જગ્યાઓ ખાલી છે. જે સત્વરે ભરી દેવી જોઈએ,  આ વર્ષથી એટલે કે 2023થી જ નવી NEP લાગુ થઈ રહી છે. ત્યારે  અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ, વાલી અને વિદ્યાર્થીને આ બાબતની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત એવી રજુઆત કરવામાં આવી છે. કે, જે રીતે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઊજવવામાં આવે છે તેવી રીતે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ ફરજિયાત પણે એક દિવસ NEP વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી આપતો અને સ્વાગત કરતો એક કાર્યક્રમ યોજવો જોઇએ. ગ્રાન્ટેડ કોલેજોમાં 1500 કરતા વધારે બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ખાલી છે. સાથે સાથે શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ પણ પૂર્ણ ભરાયેલી નથી. આમ કોલેજોની. માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવાની સાથે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે. 150થી વધારે ગ્રાન્ટેડ કોલેજોમાં કાયમી આચાર્ય નથી. તેની ભરતી કરવી જોઇએ.

અધ્યાપક મહામંડળે ઉચ્ચ શિક્ષણ વિભાગને લખેલા પત્રમાં જણાવ્યું છે. કે, આંતર યુનિવર્સિટી સ્થળાંતર માટે ની SOP પહેલા આપવી જરૂરી છે તે માટે વિદ્યાર્થીનો બધી યુનિવર્સિટી માટે કોમન આઈ.ડી. અને સોફ્ટવેર જરૂરી છે. હાલમાં વિદ્યાર્થી ખાનગી કોલેજમાંથી અન્ય ગ્રાન્ટેડ કોલેજમાં ટ્રાન્સફર માગે છે તો યુનિવર્સિટીમાં નિયમો હોવા છતાં તેને એનઓસી લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે પ્રથમ વર્ષથી ચાર વર્ષ સુધી એક સાઇકલ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ અધ્યાપકને કાર્યભારને આધારે ફાજલ કરવામાં ન આવે. તેમજ રાષ્ટ્રીય લેવલે એકેડમી બેંક ઓફ ક્રેડિટ (ABC) માટે સોફ્ટવેર, તેના માટે કર્મચારી અને તેની તાલીમની જરૂર પડશે. NEP માટે સૂચિત ડ્રાફ્ટમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં અભ્યાસનો લાભ મળતો નથી તેવું દેખાઇ રહ્યું છે અને વિષયના જ્ઞાન મેળવવામાં ક્યાંક ક્ષતિ દેખાઇ રહી છે. સૂચિત ડ્રાફ્ટમાં મુખ્ય વિષયમાં 20 ક્રેડિટ છે. તેને કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય? રાજ્યની સરકારી યુનિવર્સિટીના તમામ કુલપતિઓ દ્વારા સેમેસ્ટર દીઠ 24 ક્રેડિટ માટે સર્વ સંમતિ હતી. (file photo)