કચ્છના દરિયાકાંઠા જખૌથી એક વર્ષમાં બિનવારસી હાલતમાં ચરસના 1500 પેકેટ ઝડપાયા
અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગે સીમાથી જોડાયેલું છે. દરમિયાન પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા નવા પેતરા અજમાવી રહ્યાં છે. તેમજ ગુજરાતનો દરિયાકાંઠા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયાનું મનાઈ રહ્યું છે. અવાર-નવાર દરિયા માર્ગે આવેલા ડ્રગ્સના જથ્થાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો.એક વર્ષના સમયગાળામાં પોલીસે કચ્છની સરહદ પાસેથી ચરસના લગભગ 1500થી વધારે પેકેટ ઝડપાયાં છે.
ગુજરાતના દરિયાનો ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ અને તપાસ વધારે સઘન બાવવામાં આવી છે. અગાઉ એજન્સીઓએ ઉત્તર ભારતથી માંડી મુંબઈ, ગુજરાત અને છેક દક્ષિણ ભારત સુધી ડ્રગ્સ માફીયાઓની ધરપકડ કરી છે. દરમિયાન તાજેતરમાં કચ્છના દરિયાકાંઠાથી ચરસના છ જેટલા પેકેટ મળી આવ્યાં હતા. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ છે.
કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં એક મહિનાના સમયગાળામાં ચરસના લગભગ 35 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. દરમિયાન જખૌ વિસ્તારમાંથી ચરસના 1500થી વધારે બિનવારસી હાલતમાં ઝડપી લેવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં માદવ દ્રવ્યોની હેરાફેરી અટકાવવા અને ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કરોડોના ડ્રગ્સ સાથે અનેક આરોપીઓ ઝડપી લેવામાં આવે છે. કેટલાક ડ્રગ્સ કેસમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે.
(Photo-File)