કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ 157 મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ, 22 એઈમ્સની સ્થાપના થશે
નવી દિલ્હીઃ સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ/ટ્રોમા કેર સેન્ટરોના નિર્માણ દ્વારા તૃતીય આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વંચિત વિસ્તારો અને આકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્રીય પ્રાયોજિત યોજના (CSS) હેઠળ મંજૂર કરાયેલી 157 મેડિકલ કોલેજોની સ્થાપના કરાશે. આમ 77 કોલેજોમાં MBBSની 4677 બેઠકો વધવાને કારણે 72 કોલેજો (તબક્કો-I) માં 4058 PG બેઠકો અને 60 કોલેજો (તબક્કો-II)માં 3858 PG બેઠકો થશે.
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં અત્યારે 358 સરકારી અને 296 ખાનગી મેડિકલ કોલેજો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અલ્પ સેવા ધરાવતા વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રાધાન્ય સાથે ‘હાલની જિલ્લા/રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપના’ માટે કેન્દ્રિય પ્રાયોજિત યોજના (CSS)નું સંચાલન કરે છે, જ્યાં હાલની કોઈ સરકારી અથવા ખાનગી મેડિકલ કોલેજ નથી. યોજના હેઠળ, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પૂર્વોત્તર અને વિશેષ શ્રેણીના રાજ્યો માટે 90:10 અને અન્ય માટે 60:40 ના પ્રમાણમાં ભંડોળની વહેંચણી સાથે ત્રણ તબક્કામાં કુલ 157 મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલય MBBS (UG) બેઠકો અને PG બેઠકો વધારવા માટે હાલની રાજ્ય સરકાર/કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોના અપગ્રેડેશન માટે સિવિલ વર્ક્સ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓ હેઠળ સાધનો અને ફર્નિચરની પ્રાપ્તિ માટે હાલની સરકારી મેડિકલ કોલેજોને નાણાકીય સહાય પણ પ્રદાન કરે છે. આ યોજનાઓ હેઠળ દેશની 60 કોલેજોમાં 77 કોલેજોમાં 4677 MBBS બેઠકો, 72 કોલેજોમાં તબક્કા-1માં 4058 PG બેઠકો અને તબક્કા-2 માં 3858 PG બેઠકો વધારવા માટે સહાય પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ, સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ/ટ્રોમા કેર સેન્ટર વગેરેના નિર્માણ અને તબીબી સાધનોની પ્રાપ્તિ દ્વારા ત્રીજા સ્તરના સ્વાસ્થ્ય માળખાને સુધારવા માટે દેશમાં અપગ્રેડેશન માટે કુલ 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમજ 22 એઈમ્સની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ ભંડોળનું વિમોચન ખર્ચની ગતિ, ઉપયોગિતા પ્રમાણપત્રોની રજૂઆત, અનુરૂપ રાજ્યના હિસ્સાની રજૂઆત અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની માંગ પર આધારિત છે. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે રાજ્યસભામાં જણાવ્યું હતું.