- 15 માં રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત
- ભારત-ચીન વચ્ચે થશે 11 માર્ચે
- તણાવ ઘટાડવા પર થશે ચર્ચા
શ્રીનગર:પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધને દૂર કરવા માટે બંને દેશોમાં હવે સૈન્ય કમાન્ડર સ્તર પર 15 માં રાઉન્ડની વાતચીત થશે.રક્ષા સુત્રો મુજબ બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તર પર 15 માં રાઉન્ડની વાતચીત 11 માર્ચે થશે.આ બેઠક ભારતમાં સ્થિત ચુશુલ મોલ્દોમાં યોજાશે.રક્ષા મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.
બે મહિના પહેલા બંને દેશો વચ્ચે 14મી કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી.લગભગ 12.30 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પૂર્વ લદ્દાખમાં લગભગ 22 મહિનાથી ચાલી રહેલી મડાગાંઠને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની 14 રાઉન્ડની વાતચીત બાદ પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સો, ગલવાન અને ગોગરા હોટ સ્પ્રિંગ ક્ષેત્રોના ઉત્તર અને દક્ષિણ કિનારેથી સેનાને હટાવવા અને તણાવનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બે મહિના પહેલા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક ચુશુલ મોલ્દો ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તાએ કર્યું હતું.