Site icon Revoi.in

નાઇજીરીયા દ્રારા અટકાયત કરાયેલા 16 ભારતીય નાવિકોને કરાયા 10 મહિના બાદ મુક્ત  – કેરળ પોતાના વતન પરત ફરશે

Social Share

બેગંલુરુઃ-  દેશના દરિયામાં માછીમારો પોતાની સરહદ જ્યારે વટાવીને બીજા દેશની સરહદે પહોંચી જાય છે ત્યારે તેઓને અહી ઝડપી પાડવામાં આવે છે અને વર્ષો સુધી કેટલાક દેશઓ તો બંધંક બનાવીને રાખે છે ત્યારે કેરળના આવા જ 16 નાવિકોને નાઈજીરીયા દ્રારા 10 મહિના બાદ મૂક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાના ઉલ્લંઘનના આરોપમાં કેરળના આ 19 નાવિકોને નાઈજીરીચાએ પકડાયા હતા. હીરોઈક ઈડનના 26 ક્રૂ સભ્યોમાંથી 16 ભારતીય હતા. આ તમામને ગયા વર્ષે ઓગસ્ટમાં ઇક્વેટોરિયલ ગિનીમાં અને ત્યારબાદ નવેમ્બરમાં નાઇજીરિયામાં પકડવામાં આવ્યા હતા.

નોર્વેજીયન જહાજ હીરોઈક આઈડેન ઈક્વેટોરિયલ ગિની અને નાઈજીરીયામાંથી ક્રૂડ ઓઈલ એકત્ર કરવા જઈ રહ્યું હતું. તેને 12 ઓગસ્ટના રોજ ગિનીના નૌકાદળના જહાજ દ્વારા અટકાવવામાં આવ્યું હતું.

આ જહાજમાં 26 ખલાસીઓનો ક્રૂ હતો. નાઈજિરિયન સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે જહાજના ક્રૂએ તેમના ટર્મિનલમાંથી ક્રૂડની ચોરી કરી હતી.  જહાજ ન રોકાયા બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જેના કારણે તેને બાદમાં ગિનીમાં રોકી દેવામાં આવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં, ગિનીએ જહાજ અને તેના ક્રૂને નાઇજિરિયન સત્તાવાળાઓને સોંપ્યા હતા.

આ સાથે જ  ભારત અને અન્ય દેશોની સરકારોની દરમિયાનગીરી બાદ હવે દસ મહિનામાં આ તમામ 26 સભ્યોને મુક્ત કરવામાં આવ્યા છે.હીરોઈક ઈડેન જહાજના ચીફ ઓફિસર સાનુ જોસની પત્ની માટિલ્ડાએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાના કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ નાઈજીરીયા દ્વારા અટકાયતમાં લીધેલા ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા બાદ પોતાનો આનંદ વહેંચ્યો હતો.

આ સહીત માટિલ્ડાએ કહ્યું કે તેમની મુક્તિ માટે લગભગ 10 મહિના લાગ્યા. માટિલ્ડાએ મંગળવારે રાજકીય નેતાઓ સહિત દરેકનો મુશ્કેલ સમયમાં તેમના સમર્થન માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેણીએ રવિવારે તેના પતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તે 10-12 દિવસમાં દેશ પરત ફરશે.