ગાંધીધામ : દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે 1.30 વાગ્યા સુધી બંદરની તમામ 16 જેટી ઉપર જહાજો લાંગરી દેવાતાં સૂમસામ ભાસતાં બંદરે ફરી નયનરમ્ય દૃશ્ય ખડું થયું હતું.
ગુજરાતના સાગરકાંઠે 17મીએ રાત્રે ટકરાયેલાં તૌકતે વાવાઝોડાંને લઇને’ લગભગ 24 કલાક બંધ રહેલું અને સૂમસામ બની ગયેલું દેશનું અગ્રણી એવું અહીંનું દીનદયાળ (કંડલા) મહાબંદર આજે બપોર સુધી તમામ 16 જહાજ જેટીઓ ઉપર લાંગરતા ધમધમી ઊઠયું હતું. ડીપીટીના જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવાર રાતથી જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે 1.30 વાગ્યા સુધી બંદરની તમામ 16 જેટી ઉપર જહાજો લાંગરી દેવાતાં સૂમસામ ભાસતાં બંદરે ફરી નયનરમ્ય દૃશ્ય ખડું થયું હતું. ગઇ સાંજે 5 વાગ્યાથી બંદરની પ્રવૃત્તિઓ શરૂ કરવા જણાવાયા પછી કામદારો, બંદર વપરાશકારો, અધિકારી, કર્મચારીઓ બંદર ઉપર પરત આવ્યા હતા. ભરતીના સમય મુજબ જહાજોને ઓટીબીમાંથી જેટી ઉપર લાવવાની કવાયત શરૂ થઇ હતી. દેશના આર્થિક વિકાસમાં દીનદયાળ મહાબંદરની અત્યંત મહત્ત્વની ભૂમિકા છે ત્યારે તેને ઝડપથી પૂર્વવત કરવા ડીપીટી અધ્યક્ષ એસ. કે. મેહતા તથા ઉપાધ્યક્ષ નંદીશ શુકલા સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ડીપીટીની ઓઇલ જેટીઓ ઉપર પણ ટેન્કરો લગાડવાનું શરૂ કરાયું હતું.’