Site icon Revoi.in

ગુજરાતમાં 16 સ્પોર્ટ્સ એકેડમીને માન્યતા અપાઈઃ અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયએ ગુજરાત સહિત દેશમાં રમતગમતના વિકાસ માટે ખેલો ઈન્ડિયા યોજના, રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય, આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં વિજેતાઓ અને તેમના કોચને વિશેષ પુરસ્કારો, રાષ્ટ્રીય રમત પુરસ્કારો, પ્રતિભાશાળી ખેલાડીઓને પેન્શન, પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય રમતગમત કલ્યાણ નિધિ, રાષ્ટ્રીય રમતગમત વિકાસ ફંડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રમત પ્રશિક્ષણ કેન્દ્રો ચલાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મંત્રાલયમાં રાજ્યવાર નહીં પરંતુ યોજના મુજબ ફાળવવામાં આવે છે અને બહાર પાડવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, આ મંત્રાલયની વિવિધ રમત વિકાસ યોજનાઓ હેઠળ રૂ. 4,694.92 કરોડ ફાળવવામાં આવ્યા હતા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ, ગુજરાત રાજ્યમાં 16 સ્પોર્ટ્સ એકેડમીને માન્યતા આપવામાં આવી છે, જેમાં 38 ખેલો ઈન્ડિયા એથ્લેટ્સને રમતગમતની તાલીમ આપવામાં આવી રહી છે. SAI ગાંધીનગર ખાતે એક નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ચલાવે છે, જ્યાં 175 ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં કુલ 74 ખેલો ઈન્ડિયા એથ્લેટ્સ (34 પુરૂષ અને 40 મહિલા)ની પસંદગી કરવામાં આવી છે અને તેઓને તાલીમ આપવામાં આવી રહી છે.

દેશમાં યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. એટલું જ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.