- યુક્કરેનની મદદ કરવા વિશઅવભરમાંથી સૈનિકો જશે
- 16 હજાર સૈનિકોએ લડવા માટે નામ નોંધાવ્યા
દિલ્હી- રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરીને તબાહી મચાવવામાં આવી રહી છે આવી સ્થિતિમાં યુક્રેને વિશઅવના દેશઓ પાસે મમદદની માંગણી કરી છે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે તવિશ્વભરમાંથી લગભગ 16 હજાર લોકોએ યુક્રેનિયન દૂતાવાસોમાં લડવા માટે સ્વયંસેવકો માટે લેખિત અને અરજી કરી છે, જેમાં બે ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, તમિલનાડુ મૂળના અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ યુક્રેનમાં રહીને રશિયા સામે લડવા માટે હથિયાર ઉપાડ્યા છે.
ભારતના બે ભૂતપૂર્વ સૈનિકો દ્વારા યુક્રેનના ડિફેન્સ એટેચને મોકલવામાં આવી રહ્યા છે. એક પત્રમાં, એક અધિકારીએ પોતાને નૌકાદળમાં મિકેનિકલ સિસ્ટમનો 23 વર્ષનો અનુભવ ધરાવતા ભૂતપૂર્વ સૈનિક તરીકે વર્ણવતા અરજી કરી હતી. તે તરત જ યુક્રેનની સેનામાં જોડાવા માંગે છે.
તો બીજા અન્ય એક ભૂતપૂર્વ અધિકારીએ પણ આવો જ પત્ર લખ્યો હતો. પત્ર લખ્યા પછી, આ અધિકારીઓ યુક્રેનિયન અધિકારીને મળ્યા, જ્યાં તેમના પાસપોર્ટ, અનુભવના દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ અને નામ, સરનામા, ફોન નંબર વગેરે રેકોર્ડ કરવામાં આવ્યા હતા. યુક્રેનની સરકારે હજુ સુધી તેમની વિનંતી સ્વીકારવા માટે ઔપચારિક રીતે સંમતિ દર્શઆવી નથી.
વિશ્વભરમાં 16 હજાર વ્યક્તિઓ એવા છે કે જેઓ હવે યુક્રેનની સેનામાં જઈને તેઓને સહકાર આપવા માંગે છે, આ તમામ સૈનિકો રશિયા સામેના યુપદ્ધમાં પોતાનું જીવન દાવ પર લગાડી રહ્યા છે. જો કે હાલ યુક્રેને આ મામલે કોઈ વાતચીત કરી નથી ત્યારે જોવું રહ્યું કે નોંધાયેલા આ નામો માંથી યુક્રેન તેમની સેનામાં ખરેખર એન્ટ્રી આપશે કે કેમ, આમ જોવા જઈએ તો હાલ યુક્રેનને મોટા પ્રમાણમાં સેનાની જરુર છે.