નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 67 લાખ ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 161 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. 92.46 કરોડ લોકોને પ્રથમ, 67.94 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા 75 લાખ જેટલી વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1.04 કરોડ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 98.10 લાખ વ્યક્તિઓને બીજો તથા 25.80 લાખ આરોગ્ય કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. આવી જ રીતે 1.84 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ, 1.71 કરોડને બીજો તથા 24.70 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. ચાર કરોડથી વધારે 15થી 18 વર્ષના કિશોરોને રસી આપીને સલામત કરવામાં આવ્યાં છે. આવી જ રીતે 18થી 44 વર્ષના 53.26 કરોડ લોકોને પ્રથમ અને 38.40 કરોડ લોકોને બીજો ડોઝ અપાયો છે. 45થી 59 વર્ષના 19.88 કરોડ વ્યક્તિઓને પ્રથમ અને 16.53 કરોડને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આવી જ રીતે 12.39 કરોડ સિનિયર સિટીજનોને પ્રથમ, 10.32 કરોડ વૃદ્ધોને બીજો અને વિવિધ બીમારીથી પીડિતા 24 લાખ સિનિયર સિટીજનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.