- પાંચ વર્ષમાં 687 જેટલી ઘટનાઓ આવી સામે
- ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે બનાવો
- જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી
- કસ્ટોડિય ડેથના બનાવો અટકાવવા માટે કામગીરી શરૂ કરાઈ
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ કસ્ટડીમાં ભેદી સંજોગોમાં આરોપીઓના મોતની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન દેશમાં એક વર્ષ દરમિયાન કસ્ટોડિય ડેથની 164 જેટલી ઘટના બની હોવાનું જાણવા મળે છે. જ્યારે પાંચ વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડીમાં 687 જેટલી વ્યક્તિઓ મોતની ઘટના નોંધાઈ છે. દેશમાં સૌથી વધારે પોલીસ કસ્ટડીમાં ગુનેગારોના મોતની ઘટના ગુજરાત અને મહારાષ્ટ્રમાં બની છે.
છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભાને માહિતી આપવામાં આવી હતી કે 1 એપ્રિલ, 2018 થી 31 માર્ચ, 2023 સુધી દેશના વિવિધ ભાગોમાં પોલીસ કસ્ટડીમાં 687 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 81 મૃત્યુ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં આવા 80 મૃત્યુ થયા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં 50, બિહારમાં 47, યુપીમાં 41 અને તમિલનાડુમાં 36 લોકોના મોત થયા છે. 2022-23માં કુલ 164 કસ્ટોડિયલ મૃત્યુ થયા હતા, રાયે જણાવ્યું હતું.
કસ્ટોડિયલ ડેથની ઘટનામાં જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કસ્ટોડિય ડેથની ઘટનામાં ઘટાડો થાય તે દિશામાં સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(Photo-File)