Site icon Revoi.in

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો, સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા

Social Share

દિલ્હીઃ-  કેન્દ્ર સરકારના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘણો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કલેક્શન બાબતે આપેલ જાણકારી પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે રુપિયા 16.61 લાખ કરોડ જમા થયું હતું, જે સુધારેલા બજેટ અંદાજ કરતાં વધુ જોવા મળે  છે.

આ સાથે જ ગયા નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની જો વાત કરીએ તો તે 14.12 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, FY23માં પ્રત્યક્ષ કર કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકાનો વધારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આ રીતે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ નોંધાયું હતું. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે 14.12 લાખ કરોડ રૂપિયા હતો.

નાણાકીય વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટમાં, પ્રત્યક્ષ કર વસૂલાત માટેનું બજેટ અંદાજ  રૂપિયા 14.20 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને સુધારેલ અંદાજ રૂપિયા 16.50 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. પ્રોવિઝનલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન  BE કરતાં 16.97 ટકા અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધારે છે.

ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 9.60 લાખ કરોડ હતું. આ રીતે, નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.73 લાખ કરોડની સરખામણીમાં 24.23 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના રૂ. 2,23,658 કરોડ કરતાં 37.42 ટકા વધુ છે