Site icon Revoi.in

સુરત નજીક ધુમ્મસને લીધે બસ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતા 17ને ઈજા, 4ની હાલત ગંભીર

Social Share

સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાતા વાહનચાલકો પરેશન થઈ રહ્યા છે. અને ધૂમ્મસને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. શહેરના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી. ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. સુરત શહેરમાં  સવારે ધુમ્મસને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા  છે. સવારે વિઝીબિલીટી ઘટતા પાંચ ફુટ દુરનું પણ દેખી શકાતું નહતું. અકસ્માતના આ બનાવમાં ટ્રક રોડ સાઈડમાં પાર્ક કરેલો હતો