Site icon Revoi.in

ત્રિપોલીમાં ખાતેની લડાઈમાં 147 લોકોના મોત, 600થી વધારે ઘાયલ

Social Share

ત્રિપોલી: લીબિયામાં ત્રિપોલીની નજીક છેડાયેલી લડાઈમાં ઓછામાં ઓછા 147 લોકોના મોત નીપજ્યા છે અને 614 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લીબિયાના પાટનગરને પોતાના કબજામાં લેવા માટે ખલીફા હફ્તાર દ્વારા ચાર એપ્રિલથી લડાઈ શરૂ કરાયા બાદ દરરોજ લોકોના મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. ડબલ્યૂએચઓ દ્વારા રવિવારે આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.

લીબિયામાં સામાન્ય રીતે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકાર સત્તામાં રહે છે, પરંતુ દેશના મોટાભાગના હિસ્સા પર કટ્ટરપંથી જૂથોનું નિયંત્રણ છે. માનવીય મામલાઓના સમન્વય માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયે આંકડા જાહેર કરીને જણાવ્યું છે કે લડાઈના કારણે 18 હજારથી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. હફ્તારના દળોએ આંતરરાષ્ટ્રીય સમર્થન પ્રાપ્ત ગવર્મેન્ટ ઓફ નેશનલ એકોર્ડના વફાદારો પાસેથી ત્રિપોલીને જીતવા મટે હુમલા કર્યા છે. જીએનએ રાજધાની ત્રિપોલીમાં આવેલું છે.

સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ ટ્વિટર પર કહ્યુ છે કે જાનહાનિનો આંકડો વધવાને કારણે ડબલ્યૂએચઓએ ત્રિપોલી વિસ્તારમાં હોસ્પિટલોમાં ઓપરેશન કરનારી ટુકડીઓને તેનાત કરી દીધી છે. જો કે ત્રિપોલીના દક્ષિણ શહેરના બહારના વિસ્તારમાં લડાઈમાં આઠ એમ્બ્યુલન્સ આવી છે. બંને પક્ષોને લડાઈ રોકવા માટે આંતરરાષ્ટ્રીય અપીલ કરવામાં આવી છે. પરંતુ બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય અપીલની અવગણના કરી છે.

આ અશાંતિ વચ્ચે ડબલ્યૂએચઓએ તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે અને સાથે કહ્યુ છે કે તે લડાઈ દરમિયાન હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને આરોગ્ય કાર્યકર્તાઓને નુકસાન પહોંચાડે નહીં. લીબિયામાં 2011માં થયેલા વિદ્રોહ અને તાનાશાહ મોહમ્મદ ગદ્દાફીની હત્યા બાદથી હિંસક ઘર્ષણોની સ્થિતિ બનેલી છે. મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ ગદ્દાફી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યો ગયો હતો. લીબિયાના માહિતી પ્રધાને ગદ્દાફીના માર્યા જવાની પુષ્ટિ કરી હતી.

1969માં લીબિયાની ગાદી પર બેઠેલા તાનાશાહ ગદ્દાફી વિરુદ્ધ 2011ના ફેબ્રુઆરીમાં વિદ્રોહીઓએ સશસ્ત્ર લડાઈ શરૂ કરી હતી. આ લડાઈમાં વિદ્રોહીઓને સૌથી મોટી સફળતા ઓગસ્ટમાં મળી હતી. તેમણે રાજધાની ત્રિપોલી પર કબજો કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ 2018માં હિંસા ત્યારે શરૂ થઈ કે જ્યારે આતંકવાદીઓએ ત્રિપોલીના દક્ષિણ વિસ્તારમાં હુમલા કર્યા. તેના પછી તેમનો સ્થાનિક સરકાર સમર્થિત આતંકી જૂથો સાથે સંઘર્ષ થઈ રહ્યો છે. જો કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ 2017માં ત્રિપોલીમાં સુરક્ષા વ્યવસ્થાની નાજૂક સ્થિતિ અને ઓઈલથી સમૃદ્ધ પૂર્વ હિસ્સામાં છેડાયેલી લડાઈને ટાંકીને ચેતવણી પણ જાહેર કરી ચુકી હતી કે લીબિયા ફરીથી મોટા પ્રમાણમાં ઘર્ષણમાં ઘેરાય તેવી શક્યતા છે.