1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસ નદીમાં ખનીજચોરી કરતાં 5 મશીનો સહિત 17 વાહનો જપ્ત કરાયા
બનાસ નદીમાં ખનીજચોરી કરતાં 5 મશીનો સહિત 17 વાહનો જપ્ત કરાયા

બનાસ નદીમાં ખનીજચોરી કરતાં 5 મશીનો સહિત 17 વાહનો જપ્ત કરાયા

0
Social Share
  • ડીસાના રાણપુર ગામ નજીક ખનીજ વિભાગે પાડ્યા દરોડા,
  • ખોદકામ કરાયુ છે ત્યાં માપણી કરીને દંડ વસુલાશે,
  • ખનીજ માફિયાઓમાં ફફડાટ

પાલનપુરઃ બનાસકાંઠામાં ગામેગામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.  જેમાં બનાસનદીમાંથી રેતી તથા નદી નજીકથી ખોદકામ કરીને માટીની ચોરી પણ થતી હોય છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે. પણ ખનીજ માફિયાઓને કોઈનો ડર રહ્યો ન હોય તેમ ફરી ખનીજ ચારીના કામે લાગી જતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર પાસે બનાસનદીના પટમાં ગેરકાયદે ખનન થયું હોવાની માહિતી મળતા ખનીજ વિભાગની ટીમે દરોડા પાડીને 5 હિટાચી મશીનો સહિત ડઝન જેટલા વાહનો જપ્ત કરાયા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ડીસા તાલુકાના રાણપુર નજીક બનાસનદીના પટમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ થયું હોવાની ખનીજ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી, આથી ખનીજ વિભાગે રેડ પાડીને  5 હિટાચી મશીન અને 12 વાહનો કબ્જે લઇ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડીસા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતુ કે, ટીમ સાથે ખાનગી વાહન કેમ્પર લઈને નદીમાં ઉતર્યા હતા. જોકે વાહન નદીમાં ફસાઈ જતા એક કિલોમીટર સુધી દોડીને ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું ત્યાં પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ એ.વી. દેસાઈએ બે વાહનોમાં તાલુકા સ્ટાફની ટીમને મોકલી આપી હતી. જ્યાંથી પાંચ એસ્કેવેટર મશીનો ( હિટાચી ) આઠ ડમ્પર, તેમજ ચાર ટ્રેલર સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. હવે માપણી કર્યા પછી દંડની રકમ નક્કી કરવામાં આવશે તમામ વાહનો પોલીસ મથકે લાવ્યા હતા. દરમિયાન જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા વાહનોનો દંડ તેમજ ગેરકાયદેસર રીતે થયેલા ખોદકામ બાબતે માપણી કરી દંડ વસૂલ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code