નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 14684 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા.
દેશમાં કોરોનાના પોઝિટવ કેસ શોધી કાઢવા માટે 24 કલાકમાં 4.13 લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં હતા. આમ દેશમાં કોરોનાને લઈને અત્યાર સુધીમાં 86.32 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હાલ દેશમાં સક્રિય કેસનું ભારણ 25 ટકા જેટલું છે. જ્યારે રિકવરી રેટ 98.54 ટકા જેટલો છે. દેશમાં 24 કલાકમાં 14684 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં 4.29 કરોડ દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 197.84 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં હાલ દૈનિક પોઝિટિવીટી દર 4.14 ટકા અને સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.56 ટકા છે.
(Photo-File)