Site icon Revoi.in

ભારત અને ચીન વચ્ચે 17મા રાઉન્ડની વાટાઘાટો- વિદશમંત્રાલયે આપી જાણકારી

Social Share

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીવ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી  રહી છે ત્યારે હવે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ જોવા મળે  છે.આ સમગ્ર સ્થિતિ દરમિયાન, ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ 20 ડિસેમ્બરે યોજાયો હતો

બન્ને દેશઓ વચ્ચે યોજાયેલ કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક વિશે વિદેશ મંત્રાલયે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકના 17મા રાઉન્ડની માહિતી આપી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ ચીન દ્વારા 20 ડિસેમ્બરે ચુશુલ મોલ્ડો ખાતે યોજાયો હતો.

તેમણે માહિતી આપી હતી કે બેઠક દરમિયાન બંને પક્ષો પશ્ચિમી ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા અને સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત જાળવવા અને પરસ્પર સ્વીકાર્ય ઠરાવ પર કામ કરવા સંમત થયા હતા.તેમણે આ વધુમાં જણાવ્યુ છે કે આ દરમિયાન બંને પક્ષોએ પશ્ચિમ સેક્ટરમાં LAC સાથે મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને બાકીના મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા માટે સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી.