ભરૂચઃ ગુજરાતના સ્થાપના દિને જ ગઈ મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારબાદ સારવાર દરમિયાન વધુ બે ના મોત નિપજતા મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યા હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શુક્રવાર મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મચારીઓ સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યના ભરૂચ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. ભરૂચ, અમદાવાદ અને રાજકોટમાં લાગેલી આગમાં 31 દર્દી ભડથું થયા હતા. જ્યારે સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કર્યા હતા જેમા 5 દર્દીઓએ જીવ ગુજાવ્યા હતા.
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 16 લોકો બળીને ભડથું થઇ ગયા હતા હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.
ભચની પટેલ વેલફેર હોસ્પિટલમાં બનેલા આગના બનાવમાં માર્યા ગયેલા લોકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દિલસોજી પાઠવી હતી. અને મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય મુખ્યપ્રધાન રાહત કોષમાંથી આપવાની જાહેરાત કરી હતી. ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ ની દુ:ખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી હતી.આ આગ દુઘર્ટનામાં જેમના દુ:ખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને ૪ લાખની સહાય સરકાર તરફથી મુખ્યપ્રધાન રાહતનિધિ માંથી અપાશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બે સનદી અધિકારીઓને વિશેષ તપાસ સોંપી છે. અને ન્યાયિક તપાસ સોપવા ની દિશામાં આદેશ આપ્યા છે.
ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે