1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું છે કે ગત 1800 દિવસોમાં જમ્મુ-કાશ્મીર ઘણું બદલાય ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત સાહના કઠોર નિર્ણયો બાદ જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ શક્યો છે. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ કેન્દ્ર સરકારને એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સપ્ટેમ્બરથી પહેલા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે.
કોણે કરી, ખરાબ પરિણામ મળવાની વાત-
જમ્મુ-કાશ્મીરના રાજકીય અને સંરક્ષણ વિશેષજ્ઞ કેપ્ટન અનિલ ગૌર (રિટાયર્ડ)નું કહેવું છે કે ગત પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં ઘણાં પરિવર્તનો થયા છે. જ્યારે 2019માં અહીંથી અનુચ્છેદ-370ને હટાવવામાં આવ્યો તો ઘણાં રાજકીય પક્ષોએ ખૂબ હોબાળો મચાવ્યો હતો. તેનું ખરાબ પરિણામ મળવાની વાત કહી હતી. જો કેન્દ્રીય ગૃહ મંત્રી હવે આ વાત કહી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અસ્ફ્પા હટાવવાની તૈયારીછે, તો તેની પાછળ ઘણાં કારણો છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ તૈયાર કરવો અને સ્પેશયલ પાલર એક્ટ હટાવવાની વાત, તેના માટે મોદી-શાહના કઠોર નિર્ણયોને જોવા જોઈએ. અમિત શાહે કહ્યુ છે કે વિધાનસભા ચૂંટણી, સપ્ટેમ્બરથી પહેલા થશે. અનુચ્છેદ-370 હટાવાયા બાદથી જ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષ, જેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પ્રમુખ છે, તે કેન્દ્ર સરકાર પર આક્રમક રહ્યા હતા. આ પક્ષોએ અનુચ્છેદ-370 હટાવાનો પુરજોર વિરોધ કર્યો હતો. લાંબા સમય સુધી આ પક્ષોનો દુષ્પ્રચાર ચાલતો રહ્યો. હવે કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદન બાદ આવા ઘણાં પક્ષોના પ્રોપેગેંડાની હવા નીકળી ગઈ છે. ચૂંટણી કરાવવા અને સ્પેશયલ પાવર એક્ટ હટાવવાની વાતથી લોકોમાં વિશ્વાસ પેદા થયો છે.
150 કરોડની મિલ્કત જપ્ત –
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના એક મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ પાવર એક્ટ હટાવવાની યોજના બનાવી રહી છે. સેનાને પાછી બોલાવીને ત્યાંની લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ, જમ્મુ-કાશ્મીર પોલીસના હવાલે કરી દેવામાં આવશે. પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરવામાં આવતો ન હતો.પરંતુ આજે તે પોલીસ, કેન્દ્રીય દળોની સાથે મળીને સારું કામ કરી રહી છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ એક ડઝન સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે. 36 વ્યક્તિઓને આતંકવાદી તરીકે નામિત કરવામાં આવ્યા છે. આતંકવાદને મળનારી નાણાંકીય મદદ પર અંકુશ લગાવાયો છે. આ બાબત 22થી વધારે મામલા નોંધાયા છે. આવા લોકો અથવા સમૂહોની 150 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે. 90 મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે, તો 134 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
કેવી રીતે બદલાયું જમ્મુ-કાશ્મીર-
કેન્દ્રીય ગૃહ મંત્રી પ્રમાણે, કાશ્મીર ખીણમાં 30 વર્ષ બાદ 2021માં પહેલીવાર સિનેમા હોલ ખુલ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુજબ, શ્રીનગરમાં એક મલ્ટીપ્લેક્સ બન્યું. પુલવામા, શોપિયાં, બારામૂલા અને હંદાવાડામાં ચાર નવા થિયેટર ખુલ્યા છે. 100થી વધારે ફિલ્મોનું શૂટિંગ શરૂ થયું છે. લગભગ 100 સિનેમા હોલ્સ માટે બેંક લોનનો પ્રસ્તાવ બેંકોમાં વિચારાધીન છે.
અનુચ્છેદ-370 સમાપ્ત થતા પહેલા જીએસડીપી એક લાખ કરોડ રૂપિયા હતું, જે માત્ર પાંચ વર્ષમાં ડબલ થઈ ને હવે 2,27,927 કરોડ રૂપિયા થયું છે. પહેલા 94 ડિગ્રી કોલેજ હતી, હાલમાં 147 છે. ગૃહ મંત્રી મુજબ, આઈઆઈટી, આઈઆઈએમ અને બે એમ્સ, આ પ્રકારની સુવિધાઓવાળું જમ્મુ-કાશ્મીર પહેલું રાજ્ય બની ગયું છે. સાત દશકાઓમાં અહીં માત્ર 4 મેડિકલ કોલેજ હતી, હવે સાત નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. 15 નવી નર્સિંગ કોલેજ બનાવવામાં આવી છે, પહેલા મેડિકલ સીટો 500 હતી, અનુચ્છેદ-370ના સમાપ્ત થયા બાદ 800 બેઠકોનો વધારો થયો છે. પીજી સીટો 367 હતી, હવે 397 નવી સીટો જોડવાનું કામ કરવામાં આવ્યું છે.
2010માં સીઝફાયર ઉલ્લંઘનની 70 ઘટનાઓ થઈ-હવે માત્ર 2 ઘટના
ગૃહ મંત્રી મુજબ, 2010માં યુદ્ધવિરામ ભંગની 70 ઘટનાઓ થઈ હતી. 2019માં અનુચ્છેદ-370ની સમાપ્તિ બાદ 2023માં માત્ર બે ઘટનાઓ બની. આ પ્રકારે જમ્મુ-કાશ્મીરમાં 2010માં ઘૂસણખોરીની 489 ઘટનાઓ થઈ હતી, જ્યારે 2023માં માત્ર 48 ઘટનાઓ થઈ છે. આતંકવાદના મૂળમાં અનુચ્છેદ-370ને કારણે ઉભી થયેલી ભાગલાવાદની ભાવના હતી. અનુચ્છેદ-370ના સમાપ્ત થવાથી બાગલાવાદમાં ભારે ઘટાડો થયો છે. હવે આતંકવાદની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં 1994થી 2004 વચ્ચે કુલ 40,164 આતંકી ઘટનાઓ બની હતી. 2004થી 2014 વચ્ચે આ ઘટનાઓ 7,217 થઈ, જ્યારે મોદી સરકારે 9 વર્ષોમાં 70 ટકાના ઘટાડા સાથે આ ઘટનાઓ 2,197 રહી ગઈ. આમા 65 ટકા પોલીસ કાર્યવાહીને કારણે ઘટિત થયેલી ઘટના છે. મોદી સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 72 ટકા અને સુરક્ષાકર્મીઓની શહીદીની સંખ્યામાં 59 ટકા ઘટાડો થયો છે. 2010માં જમ્મુ-કાશ્મીરમાં 2654 પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે 2023માં એકપણ પથ્થરમારાની ઘટના થઈ નથી. 2010માં 132 ઓર્ગેનાઈઝ્ડ હડતાળો થઈ હતી. પરંતુ 2023માં એકપણ આવી ઘટના બની નથી. 2010માં 112 નાગરિકોના મૃત્યુ નીપજ્યા હતા. પણ 2023માં આવું થયું નથી. 2010માં પથ્થરમારામાં 6235 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, 2023માં એકપણ થયા નથી.
157967 લોકો પોતાના જ દેશમાં વિસ્થાપિત-
જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન વિધેયક 2023 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક-2023ના પારીત થયા બાદ અમિત શાહે કહ્યુ હતુ કે આ એક વધુ મોતી જોડવાનું કામ કરશે. 70 વર્ષોથી જે લોકોની સાથે અન્યાય થયો છે, જે અપમાનિત થયા અને જેમની અવગણના થઈ, આ વિધેયક તેમને અધિકાર અને ન્યાય આપનારા છે. વિસ્થાપિતોને પોતાના જ દેશના અન્ય હિસ્સાઓમાં શરણાર્થી બનીને રહેવું પડયું. હાલના આંકડા મુજબ, લગભગ 46631 પરિવારોના 157967 લોકો પોતાના જ દેશમાં વિસ્થાપિત થયા. આ બિલના પારીત થવાથી તેમને અધિકાર અને પ્રતિનિધિત્વ મળશે. 1947માં 31779 પરિવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી જમ્મુ-કાશ્મીરમાં વિસ્થાપિત થયા હતા. તેમાંતી 26319 પરિવાર જમ્મુ-કાશ્મીરમાં અને 5 હજાર 460 પરિવારો દેશના અન્ય ભાગોમાં વસવાટ કરવા લાગ્યા. 1965 અને 1971ના યુદ્ધો બાદ 10065 પરિવાર વિસ્થાપિત થયા હતા. કુલ મળીને 41844 પરિવાર વિસ્થાપિત થયા. અનુચ્છેદ-370ની સમાપ્તિ બાદ, આ વિસ્થાપિતોની દશકાઓથી નહીં સંભળાતી લાગણીઓને સાંભળવામાં આવી અને તેમને અધિકાર અપાયા.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 સીટો રિઝર્વ-
ડિલિમિટેશન કમિશને હવે જોગવાઈ કરી છે કે બે બેઠકો કાશ્મીરી વિસ્થાપિતો અને એક બેઠક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી વિસ્થાપિત લોકો માટે નામાંકિત કરવામાં આવે. અનુચ્છેદ-370ની સમાપ્તિ બાદ જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર નવ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે પણ બેઠકોને અનામત કરવામાં આવી છે. પહેલા જમ્મુમાં 37 બેઠકો હતી, જે હવે 43 થઈ છે. કાશ્મીરમાં પહેલા 46 બેઠકો હતી, તે હવે 47 થઈ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 બેઠકો રિઝર્વ રાખવામાં આવી છે. પહેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 107 બેઠકો હતી, તે હવે 114 થઈ છે. પહેલા વિધાનસભામાં બે નામિત સદસ્યો હતા. હવે આ સંખ્યા પાંચની થઈ છે.
અનુચ્છેદ-370ની સમાપ્તિ બાદ લગભગ 1.6 લાખ લોકોને અધિવાસ પ્રમાણપત્ર આપવાનું કામ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાસ્મીરથી આવેલા લોકોને એકસામટા સાડા પાંચ લાખ રૂપિયા આપવાનું કામ થયું છે. કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા નિયમિત પણે કરાય રહી છે. ઝીરો ટેરર પ્લાન, 2026 સુધી સંપૂર્ણપણે લાગુ થઈ જશે. કમ્પ્લિટ એરિયા ડોમિનેશન પ્લાન, બે વર્ષમાં સમાપ્ત થશે. પહેલા આતંકવાદી જ ટાર્ગેટ પર રહેતા હતા, હવે તેમની આખી ઈકોસિસ્ટમને જ સમાપ્ત કરાય રહી છે. ટેરર ફાયનાન્સ હેઠળ એનઆઈએએ 32 મામલા નોંધ્યા છે. આ મામલા એટલા માટે નોંધાયા છે, કારણ કે પાકિસ્તાનથી નાણાં આવી રહ્યા છે. ટેરર ફંડિંગના 51 મામલા નોંધાય છે. લગભગ 229 લોકો એરેસ્ટ થયા છે.
58477 કરોડ રૂપિયાની 32 યોજનાઓ-
ગૃહ મંત્રાલય પ્રમાણે,જમ્મુ-કાશ્મીર માટે સ્વીકૃત 58 હજાર 477 કરોડ રૂપિયાની 32 યોજનાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 58 હજાર કરોડ રૂપિયામાંથી 45 હજાર 800 કરોડ રૂપિયાનો ખર્ચ સમાપ્ત થઈ ગયો છે. પાંચ હજાર મેગાવોટના લભક્ષ્ય સાથે ચાર હજાર 987 કરોડની 642 મેગાવોટની કિરુ હાઈડ્રો યોજના, પાંચ હજાર કરોડના ખર્ચવાળી 540 મેગાવોટની ક્વાર હાઈડ્રો યોજના, 5200 કરોડ રૂપિયાની કિંમતની 850 મેગાવોટની રતલે હાઈવે યોજના, 8112 કરોડ રૂપિયાના ખર્ચની 1000 મેગાવોટની સોપાક દલ હાઈડ્રો યોજના, 2300 કરોડ રૂપિયાની કિંમતની 1856 મેગાવોટની સાવલકોટ હાઈડ્રો યોજના અને 2793 કરોડ રૂપિયાની કિંમતની શાહપુર ખંડી બંધ સિંચાઈ અને વજળી યોજના જેવી જળ વિદ્યુત યોજનાઓમાં ગત 10 વર્ષની અંદર રોકાણ થયું છે. પહેલીવાર 1600 મેગાવોટ સૌર ઊર્જા પ્રાપ્ત કરવા માટે ત્યાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 38 ગ્રુપ સ્ટેશનોનું નિર્માણ થયું, 467 કિલોમીટર નવી ટ્રાન્સમિશન લાઈન બિછાવવામાં આવી, 266 અપ સ્ટેશન બનાવવાામં આવ્યા છે. 11 હજાર સર્કિટ કિલોમીટરની એસટી અને આઈટી લાઈનોને બચાવવાનું કામ હાલની સરકારે કર્યું છે.
2 કરોડથી વધારે ટૂરિસ્ટોના પહોંચવાનો રેકોર્ડ તૂટયો-
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાના 59 દિવસ બાદ જ સિંચાઈ માટેનું કામ પૂર્ણ થયું. રેલવે નેટવર્કનું વિસ્તરણ થયું છે. 3127 કરોડ રૂપિયાની અંદાજિત પડતરથી 8.45 કરોડની લંબી કાજીકુંડ બનિહાલ સુરંગનું નિર્માણ થયું છે. લગભગ 8 હજાર કિલોમીટર નવી સડકો ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના 10 શિલ્પને જીઆઈ ટેગ મળ્યો,. ડોડાની ગુચ્છી મશરુમને જીઆઈ ટેગ મળ્યો, આરએસ પુરાના બાસમતી ચોખાને જૈવિક પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર કૃષિ વિકાસ માટે 5013 કરોડ રૂપિયાની યોજના પૂર્ણ થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં તમામ વ્યક્તિઓને પાંચ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ હવે સરકાર ઉઠાવી રહી છે. હાલની સરકારના કાર્યકાળ પહેલા પર્યટકોનો અંતિમ ઉપલબ્ધ આંકડો લગભગ 14 લાખ હતો, જ્યારે 2022-23માં બે કરોડ પર્યટકો જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.
બે કરોડથી વધારે પર્યટકોના પહોંચવાનો રેકોર્ડ તૂટયો છે. રાજ્યમાં હોમ સ્ટે નીતિ બની છે, ફિલ્મ નીતિ બની છે, હાઉસ બોટ માટે પણ એક પોલિસી બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. જમ્મુ રોપવે યોજના 75 કરોડના ખર્ચે પૂર્ણ કરી લેવામાં આવી છે. ઈન્ડસ્ટ્રિયલ પોલિસી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.