નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે.
સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના 90529 ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. દૈનિક પોઝિટિવિટી દર 0.14 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.18 ટકા છે. હાલ દેશમાં સક્રિય કેસનું ભારણ 3468 છે, આમ સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, 24 કલાકમાં 141 દર્દીઓ સાજા થયા હતા. આમ અત્યાર સુધીમાં 4.42 કરોડ દર્દીઓ કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. આમ સાજા થવાનો દર હાલ 98.08 ટકા છે.
દેશમાં 24 કલાકમાં 1.35 લાખ કોરોના ટેસ્ટ કરાયાં છે. અત્યાર સુધીમાં 91.01 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. એરપોર્ટસ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે.