Site icon Revoi.in

20 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં અલ્તાફ નામના યુવાનના કસ્ટોડિયલ ડેથ બાદ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોતનું ભૂત ધુણવા લાગ્યું છે. દરમિયાન દેશમાં 20 વર્ષના સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત થયાં છે. જો કે, આ બનાવોમાં અત્યાર સુધીમાં 26 પોલીસ કર્મચારીઓને દોષિત સાબિત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 20 વર્ષમાં પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ ડેથના લગભગ 893 જેટલા કેસ નોંધાયાં છે. જે પૈકી 358 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કસ્ટોડિલ ડેથ અંગે 2006માં સૌથી વધારે 11 પોલીસ કર્મચારીઓ દોષિત સાબિત થયા હતા. જેમાં યૂપીમાં સાત અને મધ્ય પ્રદેશમાં ચાર દોષિત સાબિત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં 2020માં 76 લોકોના મોત કસ્ટડીમાં થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધારે 15 મોત થયા છે. આવી જ રીતે આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડૂ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી પણ આવા કેસો સામે આવ્યા હતા. 2001 પછી “રિમાન્ડ પર નહીં” શ્રેણીમાં 1,185 મોત અને “રિમાંડમાં” શ્રેણીમાં 703 મોત થયાં છે. 20 વર્ષમાં કસ્ટડીમાં થનારા 1888 મોત ભારતનો આકાર અને આબાદીવાળા દેશ માટે કોઈ મોટી સંખ્યા નથી. પરંતુ મહત્વપૂર્ણ વાત તે છે કે પોલીસ કર્મચારી થર્ડ-ડિગ્રી રીતોનો ઉપયોગ કરે છે. યૂપીના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે કહ્યું હતું કે, પોલીસના કામકાજમાં ખામીઓને સ્વીકાર કરવામાં આવવી જોઈએ અને તેમને ઠિક કરવી જોઈએ.