Site icon Revoi.in

ભારતની વિરાંગનાઓ ભાગ-5ઃ 18મી સદીને વિકાસની આંગળી ચિંધનાર “રાણી અહિલ્યાબાઈ”

Social Share

સાહિન મુલતાની

વિકાસને આપી ગયા નવો વેગ,અનેક મંદિરોનું કર્યું નવનિર્માણ

ફિલોફસર ક્વિનનું મળ્યું બિરુદ,સદીઓ પછી પણ ગુંજશે તેમનો કાર્યકાળ

માલવા પ્રાંતની બહાદુર રાણી અને મહાન શાસક અહિલ્યાબાઈ હોલકર,લોકો તેમને રાજમાતા અહિલ્યાદેવી નામથી સંબોધતા,જન્મ 1725મા મહારાષ્ટ્રના ચોંડી ગામમાં, પિતા માનકોજી શિંદે ગામના મુખ્ય હતા જેમણે ઘરઆંગણે જ શાળા ચાલું કરીને શિક્ષણને વેગ આપ્યો, અહિલ્યાબાઈ નું જીવન ખુબજ સાધારાણ રીતે પસાર થતું હતુ.

પેશ્વા બાજીરાવની સેનામાં સૈનિક તરીકે કાર્યરત મલ્હાર રાવ,યુવા અહિલ્યાદેવીના ચરિત્ર અને સરળ સ્વભાવથી પ્રભાવીત થતા પુત્ર ખાંડે રાવના લગ્ન તેમની સાથે કરાવ્યા,અહિલ્યાદેવી મરાઠા સમુદાયના હોલકર રાજ ઘરાનામાં પુત્રવધુ તરીકે પ્રવેશ્યા,વર્ષ 1754મા કુંભેરની લડાઈમાં પતિનું અવસાન,ત્યાર પછી પુત્ર રાજા માલે રાવનું અકાળે મોત અને છેલ્લે પુરુષ પક્ષમાંથી સસરાનું મૃત્યું,આ રીતે રાજ્યશક્તિની રચનામાં શૂન્ય અવકાશ ફેલાયો ,જેમણે એક પછી એક પરિવારના મોભાને ગુમાવ્યા હતા,પુરુષસમ હવે સત્તા પર કોઈ જ રહ્યું નહોતું, હતા તો માત્ર હવે અહિલ્યાબાઈ,તેમણે પોતાનું દુખ સમેટી પુરેપુરું ધ્યાન રાજ્યપર કેન્દ્રિત કર્યું,શાસનમાં રસ દાખવી દરેક કાર્યને કુશળતાથી પાર પાડ્યા.

વર્ષ 1772મા તેમણે રાજસત્તા સંભાળવા માટે પેશ્વાને પત્ર લખ્યો,જેમાં તેમણે ખુલ્લી ચેતવણી આપી અને કહ્યું, “વાધ જેવા શિકારી પ્રાણીને મારવા ખુબ જ સહેલા છે,અધરું તો છે રિંછનુ મારણ કરવું,વાધ અને સિંહનો તમે સંતાઈને શિકાર કરી શકો,પરંતુ રિંછનો શિકાર કરવો હોય તો તમારે સીધે સીધુ તેની સામે આવવું જ પડશે,અંગ્રેજોની સંતાઈને શિકાર કરવાની આ રીત છે,જે રીત રિંછને પકડવામાં કામ નહી આવે ”આ રીતે તેમને ફિલોસોફર ક્વિન તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા.

વર્ષ 1767મા રાણી અહિલ્યાદેવી માલવાના સાશક બન્યા,તુકોજી પોલ્કર સેનાનો કમાન્ડર બને છે,તેઓને રાજસી સેનાનો સંપૂર્ણ સહયોગ હતો,ઘણા યુદ્ધનું નેતૃત્વ કર્યું,તે એક સાહસિક યોદ્ધા અને કુશળ નિશાનાબાજ હતા,ગજરાજની પીઠે બેસીને તેઓ લડાઈ લડતા,હમેંશા આક્રમણ કરવા તત્પર રહેતા તેમણે ભીલ અને ગોંડસેથી વર્ષો સુધી પોતાના રાજ્યને સુરક્ષિત રાખ્યું.

અહિલ્યાબાઈએ રાજઘાની મહેશ્વર સ્થિત કરી 18મી સદીનો આલિશાન મહેલ બનાવ્યો,પવિત્ર નર્મદા નદીના કિનારે બનાવેલા આ મહેલની આજુબાજુ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ વિકસાવી,જે આ મહેલની ઓળખ બની,આ સમયે મહેશ્વર સાહિત્ય,મુર્તિકલા,સંગીત અને કલાના શ્રેત્રમાં આ એક ગઢ બની ચૂક્યું હતું. મરાઠી કવિ મોરોપંત,શાહિર અનંતફંડી અને સંસ્કૃત વિદ્વાન ખુલાસી રામ તેમના કાર્યકાળના મહાન વ્યક્તિઓ હતા.

એક બુદ્ધિમાન,તીક્ષ્ણ વિચાર અને સ્વયંભૂ શાસક તરીકે અહિલ્યાબાઈને આજે પણ યાદ કરવામાં આવે છે.તેઓ દર એક નવા દિવસે પોતાની પ્રજાસાથે વાર્તાલાપ કરી તેમની સમસ્યાઓને સાંભળતા.પોતાના સામ્રાજ્યને સમૃદ્ધ બનાવ્યો,સરકારી પૈસા પોતાની બુદ્ધીથી કિલ્લા,વિશ્રામ ગૃહ,કુવા અને માર્ગો બવાનનામાં ખર્ચ કર્યા.એક મહિલા હોવાની સાથે તેમણે વિધવા મહિલાઓને પોતાના પતિની સંપતિ મેળવવામા મદદ કરી, ઈન્દોર જેવા એક નાનકડા ગામને સજીવ શહેર બનાવવામાં ખુબજ મોટો ફાળો આપ્યો.

હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે મંદિરોના પુનઃર્નિર્માણ અને નવીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું,ગંગોત્રીથી રામેશ્વરમ સુધી, અને દ્વારકાથી ગયા સુધી, તેમણે મુઘલ શાસન હેઠળ નાશ પામેલા મંદિરોના નિર્માણમાં,પવિત્ર સ્થળોનો પાછલો મહિમા પુનઃસ્થાપિત કરવામાં, નવા મંદિરો અને ઘાટ બાંધવામાં મોટો ખર્ચ કર્યો, હિમાલયથી લઈને દક્ષિણ ભારતના ખુણે-ખુણા સુધી તેમણે ખુબ પૈસા આ કાર્યમાં ખર્ચ કર્યા.કાશી ,ગયા ,સોમનાથ ,એયોધ્યા, મથુરા.હરિદ્ધાર, દ્વારકા, બદ્રિનાથ,રામેશ્વર અને જગન્નાથ પુરીના પ્રસિધ્ધ મંદિરો માટે તેમણે ઘણું કાર્ય પાર પાડ્યું. અહિલ્યાબાઈ દ્વારા મંદિરોના સ્થાપત્યની સૂચિ અનંત છે,અહિલ્યાબાઈ હોલકરનો ચમત્કારિક અને અલંકૃત શાસનનો અંત ત્યારે આવ્યો  જ્યારે 1795માં તેમનું અવસાન થયું. તેમના કાર્યકાળ 1767-1795મા રાણી અહિલ્યાબાઈએ ઘણા મહાન કાર્યો કર્યો.

તેમની મહાનતા અને સમ્માનમાં ભારત સરકારે 25 ઓગસ્ટ 1996મા તેમની યાદમાં એક પોસ્ટકાર્ડ ટિકીટ રજુ કરી,ઈન્દોરના નાગરિકોએ 1996મા તેમના નામથી એક પુરસ્કાર સ્થાતિક કર્યો જે અસાધારણ કૃતિત્વ માટે આપવામાં આવે છે જેના પ્રથમ સમ્માનિત નાનાજી દેશમુખ રહ્યા હતા.