Site icon Revoi.in

19-MAY – નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મદિવસ, માત્ર 1 રૂપિયામાં કરી હતી આ ફિલ્મ

Social Share

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડાયલોગ ડીલવરી અને પોતાના એક્ટિંગ એક્સપ્રેશનથી નામના મેળવનાર નવાઝુદ્દીન સિદ્દીકીનો આજે જન્મ દિવસ છે. અભિનેતા આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.નવાઝુદ્દીન સિદ્દીકીને જોઈને કોઈ પણ માણસ પ્રેરણા લઈ શકે છે અને તેમની સફળતા દર્શાવે છે કે જ્યારે જીવનમાં ધ્યેય નક્કી હોય અને તેના માટે મહેનત થતી હોય તો ભગવાન પણ તેમાં સાથ આપે છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની પહેલી ફિલ્મ સરફરોશ હતી જેમાં તેઓ ખુબ નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2018માં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતુ કે, હા તેઓએ પૈસા માટે ફિલ્મો કરી છે અને આગળ પણ કરતા રહેશે. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે તેઓ એવી ફિલ્મોમાં પણ કામ કરે છે જ્યાં તેમને ફ્રિ માં કામ કરવુ પડે છે.

નવાઝુદ્દીન સિદ્દીકીને ફિલ્મોમાં સૌથી મોટી સફળતા મળી વર્ષ 2012માં આવેલી ગેંગ્સ ઓફ વાસીપુર ફિલ્મથી. આ ફિલ્મ અનુરાગ કશ્યપ દ્વારા બનાવવામાં આવી હતી. 2018 માં તેમની ફિલ્મ ‘મન્ટો’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મન્ટોના જીવન પર આધારિત હતી. આ ફિલ્મનું નિર્દેશન નંદિતા દાસે કર્યું હતું. નવાઝે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયાની ફી લીધી હતી. કેટલીક વાર્તાઓ અમર છે, સઆદત હસન મન્ટોની વાર્તા અમર છે, નવાઝ પોતાની વાર્તા દ્વારા પોતાને અમર બનાવવા માગતો હતો અને તેણે એવું કંઈક કર્યું.

નવાઝ જે રીતે સઆદત હસન મન્ટોનું પાત્ર જાણતા હતા. તેઓ વિચારતા હતા કે આ પાત્ર ફક્ત તેના માટે જ બનાવવામાં આવ્યું છે, કારણ કે તે પોતે પણ કાંઈક આ પ્રકારના હતા. આ ફિલ્મ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં નવાઝે કહ્યું હતું કે, જ્યારે મને આ ફિલ્મ વિશે કહેવામાં આવ્યું હતું, ત્યારે મને લાગ્યું હતું કે હું આ પાત્રમાં પોતે જ છુ, હું પણ આ જ રીતે વિચારુ છું, પરંતુ તેમની જેમ બનવાની હિંમત મારામાં નથી. જ્યારે મેં વિચાર્યું કે જો હું આ ફિલ્મ માટે નંદિતા પાસેથી કોઈ પૈસા લઈશ, તો આ બાબત મને ખૂબ દુખી કરશે અને હું ફક્ત આ ફિલ્મનો અભિનેતા બનીને રહી જઈશ, પરંતુ મારે આ ફિલ્મનો સાચો ભાગ બનવાનો હતો, પરંતુ હું એક વ્યાવસાયિક અભિનેતા છું આને કારણે મેં આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો…