1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટપોસ્ટ બનાવાશેઃ પ્રદિપસિંહ
ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટપોસ્ટ બનાવાશેઃ પ્રદિપસિંહ

ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટપોસ્ટ બનાવાશેઃ પ્રદિપસિંહ

0
Social Share

અમદાવાદઃ  રાજ્યમાં વિકાસની સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. આથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીઆઈ-પીએસઆઈ કક્ષાના 19 પોલીસ સ્ટેશન અને નવી 8 આઉટ પોસ્ટ બનાવવા માટે મંજુરી આવી છે. આ તમામ પોલીસ સ્ટેશનો અને આઉટ પોસ્ટ તથા અપગ્રેડેશ માટે રૂપિયા 47.18 કરોડના ખર્ચે 1401 જગ્યાઓને મંજુરી આપવામાં આવી છે. સાથે જ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કચ્છ જિલ્લામાં મંજુર થયેલા માધાપરના નવા પોલીસ સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાંચ જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરાશે. સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ એમ પાંચ, તેમજ  સુરત ગ્રામ્યમાં 3 નવા પોલીસ સ્ટેશન, વડોદરામાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે, વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે, રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી અને ગોંડલ ખાતે, ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા જીઆઇડીસી ખાતે જ્યારે અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટપોસ્ટને પોલીસ સ્ટેશન બનાવાશે. પ્રદિપસિંહે કચ્છના માધાપર ખાતેના નવા પોલીસ સ્ટેશનનો ઇ- પ્રારંભ કરાવતી વખતે આ જાણકારી આપી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશનને PSI કક્ષામાંથી અપગ્રેડ કરી PI કક્ષાના પોલીસ સ્ટેશનો બનાવવામાં આવશે. સુરત ગ્રામ્યમાં ઉમરા અને કોસંબા નેશનલ હાઇવે તથા ભરૂચ જિલ્લામાં મોટવાણ અને અંદાડા પર નવી આઉટ પોસ્ટ બનાવાશે.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ  વધુમાં જણાવ્યું  હતું  કે, રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષિત બનાવવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસ તંત્રમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના પાંચ જિલ્લાઓમાં PI/ PSI કક્ષાના ૧૯ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code