- બિહારના ઋતિકને મળી 2.5 કરોડની સ્કોલરશીપ
- આગળ 4 વર્ષનો અભ્યાસ યુરોપમાં કરશે
- એમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત થઈ સ્કોલરશીપ
દેશના વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રમાં સિદ્ધી પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છએ, બહારના દેશોમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાથી આગળ આવી રહ્યા છે,અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે આવો જ એક વિદ્યાર્થી બિહારમાં જોવા મળ્યો છે, જેણે કરોડોની સ્કોલરશીપ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે અમેરિકાની ટોચની જાણીતી એક યુનિવર્સિટીએ બિહારના ઋતિક નામના એક 19 વર્ષના વિદ્યાર્થીને રૂપિયા અઢી કરોડની સ્કોલરશીપ આપીને તેને અભ્યાસ કરવા પોતાના દેશમાં આમંત્રણ આપ્યું છે. આ સ્કોલરશીપને આરુપ સ્કોલરશીપ તરીકે ઓળખવામાં આવે છે.
મળતી વિગત પ્રમાણે ઋતિક બિહારના પટણાની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો 12મા ધોરણનો હોશિયાર વિદ્યાર્થી છે ,જેને જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી કુલ અઢી કરોડ રુપિયાની કરોલની સ્કોલરશીપ મળી છે.અને હવે તે આગળના અભ્યાસ અર્થે યુરોપ જશે અને ત્યા પોતાના અભ્યાસ શરુ કરશે.
વૉશિંગ્ટન ડીસીની જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી સ્કોલરશીપ મેળવનાર ઋતિક બિહારના પટણાના મખદૂમપુર જિલ્લાનો રહેવાસી છે હવે આવનારા 4 વર્ષનો અભ્યાસ તે યુરોપમાં કરનાર છે.
સાહિન-