દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.86 લાખ કેસ, સાજા થનારા દર્દીઓનો આંકડો 3 લાખથી વધુ
- દેશમાં કોરોનાના કેસમાં રાહત
- સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસોમાં દરરોજ વધઘટ દેખાઈ રહી છે, જો છેલ્લા 24 કલાની વાત કરવામાં આવે તો 2 લાખ 86 હજાર નવા કેસો સામે આવ્યા છે.જ્યારે 573 કોરોનાના દર્દીઓના મોત પણ થયા છે.જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે એક સારી બબાત પણ સામે આવી છે,જે પ્રમાણે કોરોનાના 3 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 86 ગજાર 384 નવા કેસ નોંધાયા છે અને 573 લોકોના મોત થયા છે. આ દરમિયાન 3 લાખ 6 હજાર 357 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.
દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા વધીને 22 લાખ 23 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 99 હજાર 73 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાથે જ દેશમાં હાલમાં રિકવરી રેટ 93.23 ટકા જોવા મળે છે. દૈનિક સંક્રમણ દર 16.16 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 17.33 ટકા જોવા મળે છે.