કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકોઃ 2.9ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ધરા ધણધણી ઉઠે છે. છેલ્લા કેટલાક દિવસમાં ભૂકંપના આંચકામાં હળવા આંચકા આવે છે. દરમિયાન મધ્યરાત્રિ બાદ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજની નજીક નોંધાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે આવે છે. દરમિયાન મધરાત્રે 1 વાગ્યાને 42 મિનિટે કચ્છની ધરા ધ્રૂજતાં લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજથી 22 કિમી દૂર કેરા-બળદિયા પાસે નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ અ સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ડલાઈન સર્જાઈ હોવાનું સમયાંતરે આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે.