મહારાષ્ટ્રના ભીવંડીમાં કોરોના વિસ્ફોટઃ વૃદ્ધાશ્રમમાં વેક્સિન લઈ ચૂકેલા 62 વૃદ્ધો કોરોના સંક્રમિત
- મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ
- વૃદ્ધાશ્રમના 62 વૃદ્ધો કોરોનાથી સંક્રમિત
- દરેકે વેક્સિન લીધી હતી
- આ વિસ્તારને કન્ટેન્ટમેન ઝોન જાહેર કરાયો
દિલ્હીઃ- કોરોનાનું નવું વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ સામે આવ્યા બાદ વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,. તો બીજી તરફ દેશમાં કોરોનાના એક સાથે કેસો આવવાની ઘટનાઓ પણ વધી રહી છે.,ત્યારે મહારાષ્ટ્રના ભિવંડીમાં કોરોના વિસ્ફોટ થયોના સમાચાર સામે આવી રહ્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના ભિવંડીના વૃદ્ધાશ્રમમાં કોરોનાની વેક્સિન લગાવનાર 62 વૃદ્ધો કોરોના સંક્રમિત થયા છે. આ વડીલો ઉપરાંત, વૃદ્ધાશ્રમના પાંચ કર્મચારીઓ અને તેમના પરિવારના બે સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોના પોઝિટિવ મળ્યા બાદ તમામ વૃદ્ધો અને કર્મચારીઓને થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, વૃદ્ધાશ્રમના કર્મચારીની એક પુત્રીને સખ્ત તાવ આવ્યો ત્યારબાદ તે કર્મચારીની તબિયત પણ બગડી હતી ,ત્યાર બાદ બન્નેની તપાસ કરવામાં આવી તો બંનેમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી
આ ઘટના બન્યા બાદ આખા આશ્રમમાં કોરોના ફેલાય ગયો હતો. તે જ સમયે, સંક્રમણની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્રે વૃદ્ધાશ્રમ અને તેની આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી દીધા છે.