Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 હાઇબ્રિડ આતંકવાદીઓ ઝડપાયા 

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.

પ્રવક્તાએ કહ્યું, “વિશ્વસનીય માહિતીના આધારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અનંતનાગના શ્રીગુફવાડા/બિજબેહરા વિસ્તારોમાં પોલીસ/સુરક્ષા દળો પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું,વિવિધ સ્થળોએ અનેક ચેક પોસ્ટ બનાવવામાં આવી હતી.”

ઉલ્લખેનીય છીએ કે,ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ અનેક સ્તરે અભિયાન ચલાવી રહી છે.સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે.અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ઢગલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.

આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.NIA, ED, CBI, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને તોડી પાડવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગ સામેની કાર્યવાહીમાં સામેલ છે.