Site icon Revoi.in

ચોટિલા નજીક નેશનલ હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂંસી જતા 2ના મોત, 6 ને ઈજા

Social Share

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર ચોટિલા નજીક આજે સવારે બંધ ટ્રક પાછળ જીપ ઘૂંસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે  6 વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી  પોલીસની પ્રાથમિક તપાસમાં જીપમાં સવાર પ્રવાસીઓ અમદાવાદથી દ્વારકા જતા હતા, ત્યારે ચોટિલા નજીક અકસેમાતનો બોગ બન્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે,  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે  અકસ્માત સર્જાયો હતો. અચાનક જ ટ્રક પાછળ જીપકાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર અમદાવાદથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો. જેમાં અકસ્માતમાં જીપકારમાં સવાર બે વ્યક્તિઆના મોત થયા હતા. જ્યારે 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકિકત જાણવા મળી હતી કે, અમદાવાદના  એક પરિવા૨ સહિતના દશેક વ્યક્તિઓ તુફાનજીપમાં  અમદાવાદથી દ્વા૨કા દર્શને જઈ રહ્યા હતા ત્યારે  વહેલી પરોઢે ચોટીલા નજીક હરીધામ સોસાયટી પાસે તુફાના ડ્રાઈવરે સ્ટિયરીંગ પ૨નો કાબૂ ગુમાવી દેતા તુફાનજીપ બંધ ટ્રક પાછળ  ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં અમદાવાદના ન્યુ રાણીપમાં ૨હેતા નારંગીબેન વનજીભાઈ સોલંકી (૨જપૂત) (ઉ.વ.85), સુમનભાઈ ૨તિભાઈ મક્વાણા (ઉ.વ.61) તેમના પત્ની કિન્નરીબેન સુમનભાઈ મક્વાણા (ઉ.વ.49), તેનો પુત્ર કુશલ (ઉ.વ.13) પુત્રી અંજલી, લક્ષ્મીબહેન મહેશભાઈ ગોહિલ, ૨શ્મીબેન મુકેશભાઈ ગોહેલ (ઉ.વ.52) ડ્રાઈવ૨ ભ૨તભાઈ ભાનુભાઈ કડિયા સહિતનાને નાની-મોટી ઈજા થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને સા૨વા૨ માટે ચોટીલ અને રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતા,  જેમાં સુમનભાઈ મક્વાણાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.  જયારે  નારંગીબેન વનજી સોલંકી (ઉ.વ.85)નું રાજકોટ સિવિલમાં સા૨વા૨ દ૨મિયાન મોત થયું હતું.