- ઉત્તરાખંડમાં વરસાદની તબાહિ શરુ
- આરંભના વરસાદથી ભૂ્ખલનની ઘટનાો સામે આવી
દહેરાદૂનઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે હવામાન વિભાગ દ્રારા કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં યઆવ્યું છે ત્યારે વિતેલા દિવસથી ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારે વરસાદથી ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં રવિવારે બે લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યભરમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવવા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી.
ખાસ કરીને વાત કરવામાં આવે રૂદ્રપ્રયાગ જિલ્લાની તો અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દબાઈ જતાં વાહનમાં સવારનું મોત થયું હતું. પોઆ અકસ્માત સોનપ્રયાગ પાસે શટલ બ્રિજથી લગભગ એક કિલોમીટર પહેલા ગૌરીકુંડ જતા મોટરવે પર થયો હતો. ટેકરી પરથી અચાનક ભૂસ્ખલન થતાં વાહનમાં બેઠેલા વ્યક્તિ કચડાઈ જતા ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો