Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ફરી 2 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સર્ચ ઓપરેશન શરૂ

Social Share

શ્રીનગર :કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગમાં બે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા.જે બાદ કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. પ્રથમ શંકાસ્પદ ડ્રોન જમ્મુના કાલુચક વિસ્તારમાં અને બીજુ કઠુઆ વિસ્તારમાં જોવા મળ્યું હતું. ડ્રોન જોયા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

શુક્રવારે દિવસની શરૂઆતમાં જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુ જિલ્લાના સરહદી વિસ્તારમાં પાંચ કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ વહન કરતા ડ્રોનને ગોળીબાર કર્યો હતો અને સરહદ પારની આતંકી ઘટનાને નિષ્ફળ બનાવી હતી.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ગુરુવારે રાત્રે પોલીસની એક ક્યૂઆરટીએ આંતરરાષ્ટ્રીય સરહદ પર કાનાચક સરહદ પર ડ્રોન ઉડાન ભરી રહ્યું હોવાના સમાચાર મળ્યા બાદ ડ્રોન વિરોધી વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ડ્રોનનો ઠાર કરાયો હતો.

એડીજીપી મુકેશસિંહે જણાવ્યું હતું કે, રાત્રે એક વાગ્યે એક ડ્રોન ખૂબ નજીકમાં ઉડતું નજરે પડ્યુ હતું, જે આઈઈડી નીચે નાખવાનું જ હતું, પરંતુ તેને ગોળી મારવામાં આવી.તેમણે કહ્યું હતું કે, ડ્રોનમાં લગભગ તૈયાર અવસ્થામાં પાંચ કિલોગ્રામ આઈઈડી સામગ્રી હતી, જેમાં વિસ્ફોટ પહેલા ફક્ત વાયર જ જોડવામાં આવ્યાં હતાં.પ્રાથમિક તપાસ મુજબ ડ્રોન છ પૈડાવાળું હેક્સા-એમ-કોપ્ટર હતું અને તે જીપીએસ અને ફ્લાઇટ કંટ્રોલ ડિવાઇસથી સજ્જ હતું.