મિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન
દિલ્હી – વિધાનસભાની ચૂંટણી દેશના 5 રાજ્યોમાં યોજવાની છે જેમાં મિઝોરમમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ મતદાન થશે. 4 લાખથી વધુ મહિલાઓ સહિત આઠ લાખ 57 હજાર મતદારો 174 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ઘડશે.જ્યારે મતગણતરી આગામી 3જી ડિસેમ્બરે યોજાશે.
આ હેતુથી મિઝોરમમાં એક હજાર 276 મતદાન મથકો ઉભા કરાયા છે. આ પૈકી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આશરે 30 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.
તે જ સમયે, મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 1276 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. રાજ્યના 8,51,895 મતદારો 174 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
રાજ્યમાં મુખ્ય સ્પર્ધા મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. મિઝો, જોરમ અને કોંગ્રેસે તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપે 23 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
બીજા રાજ્યની જો વાત કરીએ તો છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 20 બેઠકો માટે આજે મતદાન યોજશે. આ પૈકી મોટાભાગના મતદાન મથકો માઓવાદથી પ્રભાવિત વિસ્તારોમાં આવેલા છે.
છત્તીસગઢમાં મંગળવારે નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની 12 અને રાજનાંદગાંવ વિસ્તારની 8 બેઠકો પર મતદાન થશે. 20માંથી 10 બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે જ્યારે બાકીની 10 બેઠકો પર સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.
પ્રથમ તબક્કામાં 20 બેઠકો માટે કુલ 223 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. પ્રથમ તબક્કામાં 5304 કેન્દ્રો પર 40 લાખ 78 હજાર 681 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
તો બીજી તરફ, રાજસ્થાન વિઘાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા બાદ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. દરમિયાન, કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે 21 ઉમેદવારોની સાતમી અને આખરી યાદી જાહેર કરી છે. એવી જ રીતે, ભાજપે પણ 3 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરી છે.