Site icon Revoi.in

20 યુવાઓએ દ્વારકાથી સોમનાથ 215 કિ.મી.નો દરિયો ખેડવાનું શરૂ કર્યું

Social Share

સોમનાથ: ‘ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ’ જેવી પંક્તિને દ્વારકા અને રાજકોટના સાહસિક તરુણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે. ઇન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર ગ્રૂપના બંકિમ જોશી, પિનાકીન રાજ્યગુરુ, ઉમેશ રાજ્યગુરુ, વગેરેને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે,તરુણ- યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા જોઈએ.

ભારતમાં પ્રથમ વખત 13થી 20 વર્ષની ઉંમરના તરુણો-યુવાનોને લઈને આજરોજ દ્વારકાની એક  હાઈસ્કુલના 10 તથા રાજકોટના 10 મળી કુલ 20 યુવાનો, તરુણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કર્યો હતો.

દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં 215 કિલોમીટરનો છે. રોજના આશરે 20થી 22 કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કરી, સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે. સંભવતઃ પાંચમી માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. દસ રેસ્ક્યુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.