1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ
આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ

આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ

0
Social Share

અમદાવાદઃ રાજયના નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્‍પબધ્‍ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્‍માન અને તેમની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્‍યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્‍યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્‍યા છે તે થકી મહિલાઓ વધુ સક્ષમ બની છે.

આણંદ ખાતે યોજાયેલ નારી ગૌરવ દિવસ નિમાત્તે યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્‍યમંત્રી પટેલે કહ્યુ કે, આણંદ નગરપાલિકા સંચાલિત હોસ્‍પિટલને રાજય સરકારે તેના હસ્‍તક લઇને આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આણંદ શહેરમાં જ ગરીબ-મધ્‍યમ વર્ગના લોકોને આધુનિક આરોગ્‍ય સેવાઓ મળી રહે તે માટે આણંદ ખાતેના વ્‍યાયામ શાળા ખાતે રૂા 60  કરોડના ખર્ચે 200 પથારીની સુવિધા ધરાવતી સિવિલ હોસ્‍પિટલ તૈયાર કરવા માટેનું પ્‍લાનીંગ અને ડીઝાઇનનું કામ હાલ ચાલી રહ્યું છે જે પૂર્ણ થતાં ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

નીતિન પટેલે સમાજમાં મહિલાઓનું દરેક જગ્‍યાએ પ્રતિનિધિત્‍વ જળવાઇ રહે તે માટે સશકિતકરણની દિશામાં નકકર પગલાં લીધા હોવાનું જણાવી સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પહેલા કારણે આજે રાજયની મહિલાઓ સ્‍વામાનથી જીવન જીવી રહેવાની સાથે સુરક્ષિત પણ હોવાનું કહ્યું હતું.

નારી ગૌરવ દિવસ અંતર્ગત મુખ્‍ય મંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના હેઠળ આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલ અને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ગ્રામ્‍ય વિસતારની 10 અને શહેરી વિસ્‍તારની 9 મળી 19 સખી મંડળોને રૂા. 1-1 લાખના ધિરાણના ચેકો એનાયત કરવામાં  આવ્‍યા હતા.  જયારે  જિલ્‍લાના વિવિધ સ્‍થળોએ યોજાયેલ કાર્યક્રમોમાં મળીને જિલ્‍લાની કુલ 155 સખી મંડળ-સ્‍વસહાય જૂથોને રૂા. 1-1 લાખના ચેકો અને મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્‍યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code