દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 200 કેસ નોંધાયા,એક્ટિવ કેસ 3 હજાર , તો ચીનમાં એક જ દિવસમાં 3 કરોડથી વધુ લોકો સંક્રમિત થયાનો એહવાલ
- ભારકમાં કોરોનાના 24 કલાકમાં 200 કેસ નોંધાયા
- ચતીનમાં એક જ દિવસમાં 3 કરોડ 70 લાખ જેટલા કેસ
દિલ્હી- છએલ્લા 3 વર્ષથી વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર માચવ્યો છે ભારતમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે કોરોનાની ઉત્પતિ થઈ હતી તેના ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી છેલ્લા 24 કવલાકમાં 200 જેટલા નવા કેસ સામે આવ્યા છએ સાથે જ સક્રિય કેસોની સંખઅયા 3 હજારથી વધુ જોવા મળે છે.જ્યારે હાલ ચીન કોરોનામાંથી ઉગરી ગયા બાદ ફરી કોરોનાના કહેરમાં ફસાયું છે.
જાન્યુઆરી 2022માં દરરોજ લગભગ 4 મિલિયન ચેપ દરનો રેકોર્ડ તોડી નાખશે. બેઇજિંગની શૂન્ય કોવિડ નીતિને નાબૂદ કરવાથી વસ્તીમાં અત્યંત ચેપી કોરોનાના નવા ઓમિક્રોન પ્રકારનો અવરોધ વિનાનો ફેલાવો થયો છે. ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંત અને રાજધાની બેઇજિંગના અડધાથી વધુ રહેવાસીઓ સંક્રમિત જોવા મળે છે.આ સાથે જ ચીનમાં કોરોનાની સ્થિતિ વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છએ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર શનિવારઅથવા રવિવારે કોવિડ સમીક્ષા બેઠક યોજી શકે છે.
બીજી તરફ ચીનની વાત કરીએ તો અહીયા કોરોનાએ ફરી તબાહીના દ્ર્શ્યો સર્જાયા છે, નિષ્ણાંતોના મતે લાખો લોકોના મોતની શંકાઓ સેવાઈ રહી છે તો માત્ર એક જ દિવસમાં કરોડો કેસ સામે આવી રહ્યા છે.ચીન સરકારના ઉચ્ચ આરોગ્ય અધિકારીના અનુમાન મુજબ, આ અઠવાડિયે એક જ દિવસમાં લગભગ 3 કરોડ લોકો ચીનમાં કોવિડ -19 થી સંક્રમિત થયા છે. આ આંકડા વિશ્વભરમાં કરવામાં આવેલા દાવા કરતા વધારે છે. બુધવારે ચીનના નેશનલ હેલ્થ કમિશનની આંતરિક બેઠકની મિનિટોપ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં ઓછામાં ઓછા 248 મિલિયન લોકો અથવા લગભગ 18 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત થયા હોવાની શક્યતા છે.
ચીન ઝીરો કોવિડ નીતિનો દાવો કરી રહ્યું હતું પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યું છે,દરમિયાન, સરકારે કોરોના સંક્રમિત કેસોની દૈનિક સંખ્યા પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ઓનલાઈન કીવર્ડ સર્ચના વિશ્લેષણના આધારે, ડેટા કન્સલ્ટન્સી મેટ્રોડેટાટેકના મુખ્ય અર્થશાસ્ત્રી ચેન કિને જણાવ્યું હતું કે ચીનના મોટાભાગના શહેરો ડિસેમ્બરના મધ્ય અને જાન્યુઆરીના અંત વચ્ચે ટોચ પર કેસો જોવા મળે તો નવાઈની વાત નહી હોય.