- 200 કરોડના મની લોન્ડરિંગ કેસનો મામલો
- વિદેશ જઈ શકશે જેકલીન ફર્નાન્ડીઝ
- દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આપી મંજૂરી
દિલ્હી:200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડીઝને આખરે દુબઈ જવાની મંજૂરી મળી ગઈ છે.વાસ્તવમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ જવાની મંજૂરી આપી દીધી છે.
આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટ પાસે દુબઈ જવાની પરવાનગી માંગી હતી.આ માટે અભિનેત્રીએ બુધવારે દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેકલીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવા કોર્ટે EDને બે દિવસનો સમય આપ્યો હતો, જેના આધારે તેને આજે દુબઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે,જેકલીન ફર્નાન્ડીઝ ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે.મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા જેકલીન ફર્નાન્ડીઝની તપાસ કરવામાં આવી રહી છે.