Site icon Revoi.in

ઓપરેશન ગંગા અંતર્ગત રોમાનિયાથી  સી-17 વિમાનની 200 ભારતીયોને લઈને થઈ વતન વાપસી

Social Share

 

દિલ્હી- રશિયાએ યુક્રન પર કરેલા હુમલાને લઈને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નો રહ્યા છે આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને અનેક ઉડાનો દ્રારા ભારતના લોકોને હેમખેમ દેશ પરત લાવી શકાય.

આ આપરેશન ગંગામાં એર ઈન્ડિયા અને એરફોર્સના વિમાનો દ્વારા ભારતીયોને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ હવે ભારતીયોને પરત લાવવાનું બીડું ઝડપ્યું છે જે હેઠળ અત્યાર સુધી યુક્રેનથી પરત લાવવા માટે 4 ફ્લાઈટો શરૂ કરી છે. સેનાનું C-17 ગ્લોબમાસ્ટર 400 પેસન્જરો સાથે લાંબી મુસાફરી કરવાની ક્ષનમતા ધરાવે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય વાયુ સેનાનું પ્રથમ વિમાન રોમાનીયાથી  ભારત આવી ચૂક્યું છે તેમાં 200 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે ,એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાને પોતાના હોમ બેઝ હિંડનમાં લેન્ડ કર્યું હતું. બીજી તરફ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાને રીસીવ કરવા માટે કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ હિડન બેઝ પણ  હાજર રહ્યા હતા.

આ સાથએ જ વિતેલા દિવસની સાંજે પણ ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી છે. આ ફ્લાઈટથી 183 ભારતીયોને બુખારેસ્ટથી મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા.

મુંબઈ આવેલા ભારતીય વિદ્યાર્થીઓના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી રાવસાહબ દાનવે એરપોર્ટ હાજર રહ્યા હતા. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે મોડી રાત્રિએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ઈન્ડિયન એરફોર્સ સહિત 9 ફ્લાઈટ આજે હંગેરી, રોમાનિયાસ સ્લોવાકિયા અને પોલેન્ડથી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય અન્ય 6 ફ્લાઈટ પણ જલ્દીથી રવાના થશે