નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શ્વાનના હુમલાની ઘટનાઓ વધી છે, તાજેતરમાં જ દિલ્હીમાં શેરી કુતરાઓના હુમલાથી બે ભાઈઓના મોત થયાં છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શ્વાનની સમસ્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 6.2 કરોડ જેટલા સ્ટ્રીટ ડોગના કારણે મુશ્કેલીઓ વધી છે. સ્ટ્રેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સએ છેલ્લા એક વર્ષનો ડેટા જાહેર કર્યો છે.
રિપોર્ટ અનુસાર દેશમાં 6.2 કરોડ સ્ટ્રીટ ડોગ છે જ્યારે 91 લાખ બીલાડીઓ છે, એટલું જ નહીં 88 લાખ સ્ટ્રીટ ડોગ એવા છે જે હાલ શેલ્ટર હોમમાં છે. એટલું જ રેવીજથી મૃત્યુ પામના બનાવોમાં પણ ભારત ટોપ ઉપર છે. વર્ષ 2021માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, વર્ષમાં 21 હજારથી વધારે લોકોના રેબીઝથી મોત થયાં હતા. જે સમગ્ર દુનિયામાં 36 ટકા છે. કેટલાક વર્ષોમાં શેરી કુતરાઓનો આતંક વધવાની સાથે જીવલેણ બીમારીનો ખતરો પણ વધ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર દુનિયામાં લગભગ 200 મિલિયન એવા શ્વાન છે જે બેધર છે. સ્ટેટ ઓફ પેટ હોમલેસનેશ ઈન્ડેક્સના જણાવ્યા અનુસાર લગભગ 6.25 કરોડ શેરી કુરતાઓ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે છે. ચીનમાં સૌથી વધારે સાત કરોડ જેટલા શેરી કુતરા નોંધાયેલા છે. અમેરિકામાં 4.8 કરોડ, મેક્સિકોમાં 74 લાખ, બ્રિટેનમાં માત્ર 11 હજાર સ્ટ્રીટ ડોગ છે. નેધરલેન્ડ એવો દેશ જ્યાં રસ્તા ઉપર શ્વાન જોવા મળતા નથી. દુનિયામાં 200 મિલિયન શેરી કુતરાઓમાં નેધરલેન્ડનો સમાવેશ થતો નથી.